back to top
Homeગુજરાતસ્કૂલવાનના ચાલકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી:સેફ મેમણ નામના શખ્સની ધરપકડ, વિદ્યાર્થિની સાથેની...

સ્કૂલવાનના ચાલકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી:સેફ મેમણ નામના શખ્સની ધરપકડ, વિદ્યાર્થિની સાથેની અંગતપળોના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો

જો આપનું બાળક સ્કૂલવાનમાં શાળાએ જાય છે તો તેમના ઉપર પૂરતી નજર રાખજો કારણ કે રાજકોટ શહેરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુષ્કર્મ અન્ય કોઈ વ્યક્તિએ નહિ પરંતુ બાળકીને ઘરેથી શાળા અને શાળાએથી ઘરે લઇ આવતા જતા સ્કૂલ વેનના ચાલકે જ આચર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર રહેતી અને ઘોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વાનચાલકે પ્રેમજાળમાં ફસાવી રવિવારે એક્સ્ટ્રા ક્લાસના દિવસોમાં શાળાના બદલે હોટલમાં લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ આ અંગતપળોના વીડિયો બનાવી તેને ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટમાં મોકલી બાદમાં વાઇરલ કરવાની ધમકી પણ આપતો હતો.પરિવારજનોને શંકા જતા ફોન તપાસતા ભાંડો ફુટયો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ યુનિવર્સીટી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો તેમજ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સેફ ઈલીયાઝ મેમણ નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ
રાજકોટ શહેરમાં રહેતી અને ઘોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કુલવાન ચલાવતો સેફ ઈલીયાઝ મેમણ નામના શખસની વાનમાં સ્કૂલે જતી હોવાથી શખસને છાત્રા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા અને બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા શખસે તેનો લાભ લઈ છાત્રાને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહિ આ સમયે આરોપી દ્વારા તેના વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા અને પછી આ વિડીયો તેને ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ મારફત મોકલી બાદમાં વાઇરલ કરવા પણ સગીરાને ધમકી આપતો હતો. માતા-પિતાએ દીકરીનો ફોન તપાસતો મામલો બહાર આવ્યો
સગીરાનો ફોન માતાપિતાએ તપાસતા સમગ્ર ઘટના સામે આવી હતી અને તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જેના આધારે યુનિવર્સીટી પોલીસે આરોપી સેફ ઈલીયાઝ મેમણ વિરુધ્ધ BNSની કલમ 64(2)(M), 87, 137(2), આઇટી એક્ટની કલમ 66(E), અને પોક્સો એક્ટની કલમ 4,6, અને 12 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા છેલ્લા એક મહિનાથી સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તેમજ આ સમયે બનાવેલા વીડિયો વાઇરલ કરવા ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે. એકસ્ટ્રા ક્લાસ સમયે ક્લાસના બદલે હોટલમાં લઈ જતો
આરોપીએ કબૂલાત આપી હતી કે સગીરા તેની સ્કૂલ વેનમાં શાળાએ આવતી હતી જેનાથી સંપર્ક થયો હતો બાદમાં રવિવારે એક્સ્ટ્રા ક્લાસીસ હોય આ માટે તેને ઘરેથી લઇ જઇ એક્સ્ટ્રા ક્લાસ માટે સ્કૂલે મુકવા બદલે તે હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. તેને અત્યાર સુધીમાં અલગ અલગ બે હોટલમાં લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત આપી છે જો કે આ બન્ને જગ્યાએ હોટલ રજિસ્ટ્રારમાં એન્ટ્રી કરાવી છે કે કેમ અથવા કરી છે તો કોના નામથી કરી છે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો સગીરાને એન્ટ્રી આપવામાં દેવામાં આવી હશે અને તેમાં હોટલ સંચાલકની ભૂમિકા સામે આવશે તો તેમના સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો ખોટું ઓળખ પત્ર આપ્યું હશે તો અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ તો રાજકોટ યુનિવર્સીટી પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્ય હાથ ધરી છે જો કે તેના દ્વારા અન્ય કોઈ સગીરા કે યુવતી સાથે આ રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments