સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કયારે જાહેર થશે તેની છેલ્લા 2 વર્ષથી રાહ જોવાઇ રહીં હતી ત્યારે રાજય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂટણી જાહેર થઇ છે. આ ઉપરાંત પ્રસંગોપાત્ત ખાલી પડેલી જૂદી જૂદી નગરપાલિકાની 21 બેઠકો અને જિલ્લા પંચાયતની 9 બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ ચૂટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તા.1 ફેબ્રુઆરી અને મતદાન તા. 16મી ફેબ્રુઆરીએ થશે તેમજ મતગણતરી તા. 18મી ફેબ્રુઆરીએ યોજાશે. મતદાન સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન યોજાશે. જેમાં 38.86 લાખ મતદારો મતદાન કરશે. આ સાથે આખા રાજયમાં નહીં,પણ ચુંટણી જાહેર કરાયેલા વિસ્તારમાં તા. 21મી જાન્યુઆરીથી ચૂટણીની આચારસંહિતા અમલમાં આવી ગઇ છે.
રાજય ચૂટણી પંચ દ્વારા 27 ટકા ઓબીસી અ્નામતના અમલ સાથે યોજાનારી ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડ અને અમદાવાદ,સુરત અ્ને ભાવનગર મહાનગરપાલિકાના એક એક વોર્ડની પેટાચૂંટણી યોજાશે. ઉપરાંત 27 જિલ્લાની 68 નગરપાલિકાની ચૂંટણી યોજાશે.જેમાં વાંકાનેર અ્ને બોટાદ નગરપાલિકા સુપરસીડ થવાથી મધ્યસત્ર ચૂંટણી યોજાશે,બાકીની 66 નગરપાલિકામાં સામાન્ય ચૂટણી યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ બોરસદ, વાઘોડિયા વાંકાનેર, નખત્રાણા સહિતની નગરપાલિકાની ચૂંટણી બાકી હજુ બોરસદ અને વાંકાનેર નગરપાલિકામાં ઓબીસી અનામત નક્કી કરવાની બાકી હોવાથી તેની ચૂંટણી જાહેર કરાઈ નથી. નવી નગરપાલિકામાં નખત્રાણા અને વાઘોડીયામાં સીમાંકનની કાર્યવાહી બાકી છે એટલે ચૂંટણી જાહેર થઇ નથી. જયારે ટંકારા નગરપાલિકામાં હજુ એક ગામ ઉમેરવું કે બાકાત રાખવું તે મુદ્દે વિવાદ હોવાથી તેની ચૂંટણી જાહેર થઇ શકી નથી. ઉપરાંત થરાદ,ધાનેરા,ઇડર અને વિજાપુરની હદમાં ફેરફાર થયો હોવાથી ચૂંટણી બાકી રાખવામાં આવી છે. રાજ્યમાં આશરે 4600 ગ્રામ પંચાયતોની ચૂંટણી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી સાથે થવાની હતી. રાજય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિશ્નને કહ્યું હતું કે, ઝવેરી પંચનો અહેવાલ દોઢ મહિના પહેલા જ મળ્યો હતો. જેને કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હજુ ઓબીસી અનામત નક્કી કરવાની પ્રક્રિયા ચાલે છે. આથી આગામી એપ્રિલ મહિનામાં ચૂંટણી થાય તેવી શકયતા છે. પક્ષમાં વિખવાદ થાય નહીં એ માટે ભાજપ હોદ્દેદારોની નિમણૂક ટાળશે લગ્ન-પરીક્ષાના દિવસોમાં ચૂંટણીની મોસમ { આશ્ચર્યની વાત એ છે કે 27 ટકા ઓબીસી અનામત ઓગસ્ટ, 2023માં જાહેર કરી હતી, તે પછી પણ દોઢ વર્ષ સુધી પંચાયત વિભાગ ગ્રામ પંચાયતોમાં રોસ્ટર અને અનામતના રોટેશનની પ્રક્રિયા કરી રહ્યો છે. સરકારના સૂત્રો જણાવે છે કે, સરકારે એક કમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવ્યું છે, જેમાં આંકડા દાખલ થતાં ગણતરીની મિનિટોમાં જ અનામતનું રોટેશન કેવી રીતે કરવું તે ગણતરીના કલાકોમાં જ જાણી શકાય છે.
{ ચૂંટણી જે સમયમાં નક્કી થઇ છે, તે સમયગાળા દરમિયાન લગ્ન સહિતના શુભપ્રસંગના ઢગલો મુહૂર્તો છે. જે દિવસે ચૂંટણી છે તે દિવસે જ ગુજરાતમાં ઘણાં લગ્નો હશે, તેથી ચૂંટણીમાં મતદાનની ટકાવારી નીચી જઇ શકે છે. તેમાં પણ હાલમાં ગુજરાતમાં રાજકીય માહોલ નીરસ છે. આ કિસ્સામાં સત્તાધારી પક્ષને ફાયદો થઇ શકે, કારણ કે તેઓ પોતાના સમર્પિત મતદારોને મતદાન મથકો સુધી લઇ જવામાં સફળ રહે છે.
{ ગુજરાતમાં હાલ ભાજપના નવા સંગઠનને લઇને કામગીરી ચાલી રહી છે. હાલ પૂરતું ભાજપ પક્ષમાં વિખવાદ ન થાય તે માટે નવા હોદ્દેદારોની નિયુક્તિને પાછી ટાળી દઇ શકે છે. આ જોતાં હવે નવા હોદ્દેદારો 20 ફેબ્રુઆરી પછી જ આવે તેવી સંભાવના છે.