back to top
Homeસ્પોર્ટ્સહોબાર્ટ હરિકેન્સ 7 વર્ષ બાદ BBL ફાઈનલમાં પહોંચ્યું:ક્વોલિફાયર્સમાં સિડની સિક્સર્સને 12 રનથી...

હોબાર્ટ હરિકેન્સ 7 વર્ષ બાદ BBL ફાઈનલમાં પહોંચ્યું:ક્વોલિફાયર્સમાં સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું, રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ

હોબાર્ટ હરિકેન્સ બિગ બેશ લીગ (BBL)ની 14મી સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે 7 વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. મંગળવારે હોબાર્ટે ક્વોલિફાયરમાં ત્રણ વખતની ચેમ્પિયન સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું હતું. પાવરપ્લેમાં 2 વિકેટ લેનાર ફાસ્ટ બોલર રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. હોબાર્ટમાં પ્રથમ બેટિંગ કરતા ટેબલ ટોપર હોમ ટીમે 7 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. સિડનીએ શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ પુનરાગમન કર્યું હતું, પરંતુ ટીમ 5 વિકેટ ગુમાવીને 161 રન જ બનાવી શકી હતી. હરિકેન હવે 27 જાન્યુઆરીએ હોબાર્ટમાં ફાઈનલ રમશે. હોબાર્ટની ઝડપી શરૂઆત
બેલેરીવ ઓવલ ખાતે સિડનીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. હોબાર્ટને ઓપનર મિશેલ ઓવેન અને કાલેબ જેવેલ તરફથી ઝડપી શરૂઆત મળી હતી. બંનેએ માત્ર 4 ઓવરમાં 47 રનની ભાગીદારી કરી હતી. ઓવેલ 36 રન બનાવીને આઉટ થયો હતો, તેના પછી મેથ્યુ વેડ પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ બેન મેકડર્મોટે ત્રીજી વિકેટ માટે જેવેલ સાથે ફિફ્ટીની ભાગીદારી કરી હતી. જેવેલ 40 રન બનાવીને આઉટ થયો હતો. અંતે, મેકડર્મોટે 42 રન, ટિમ ડેવિડે 25 રન અને નિખિલ ચૌધરીએ 14 રન બનાવી સ્કોર 173 રન પર પહોંચાડ્યો હતો. સિડની તરફથી બેન દ્વારશુસ અને જાફર ચૌહાણે 2-2 વિકેટ લીધી હતી. જેક એડવર્ડ્સ અને મિશેલ પેરીને 1-1થી સફળતા મળી હતી. સિડનીની ખરાબ શરૂઆત
174 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સિડની સિક્સર્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન મોઈસેસ હેનરિક્સ માત્ર 1 રન બનાવી શક્યો હતો, જ્યારે જોશ ફિલિપ અને જેક એડવર્ડ્સ ખાતું પણ ખોલી શક્યા ન હતા. પાવરપ્લેમાં મેરેડિથે 2 અને કેમરૂન ગેનને 1 વિકેટ લીધી હતી. સિલ્ક-પેટરસનને ઇનિંગને સંભાળી
3 વિકેટ વહેલી પડી ગયા બાદ ઓપનર કર્ટિસ પેટરસને જોર્ડન સિલ્ક સાથે ઇનિંગ સંભાળી હતી. પેટરસન 48 રન બનાવીને આઉટ થયો ત્યારે બંનેએ 75 રન ઉમેર્યા હતા. ત્યારબાદ સિલ્કે લચલન શો સાથે 64 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ સિલ્ક 57 રન બનાવીને આઉટ થયો હતો. લાચલાન અને બેન દ્વારશુસે અંતે ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાર્ગેટ ખૂબ મોટું સાબિત થયું. દ્વારશુસ 16 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો અને લચલાન 33 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો, આમ છતાં ટીમ 5 વિકેટ ગુમાવીને 161 રન જ બનાવી શકી. હોબાર્ટ તરફથી મેરેડિથ અને ગેનોને 2-2 વિકેટ લીધી હતી. એક સફળતા કેપ્ટન નાથન એલિસને મળી. હોબાર્ટે ઘરની ફાઈનલ બુક કરી
ક્વોલિફાયર જીતીને, હોબાર્ટે ઘરઆંગણે ફાઈનલ રમવાની ટિકિટ ફાઈનલ કરી. ટીમ હવે 27 જાન્યુઆરીએ ટાઈટલ મેચ રમશે. સિડનીની ટીમ 24 જાન્યુઆરીએ ચેલેન્જરમાં નોકઆઉટ જીતનારી ટીમ સામે તેના જ હોમગ્રાઉન્ડ પર ટકરાશે. મેલબોર્ન સ્ટાર્સ નોકઆઉટમાં આવતીકાલે સિડની થંડર સામે ટકરાશે. જે ટીમ નોકઆઉટમાં હારશે તે બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ ચેલેન્જરમાં સિડની સામે ટકરાશે. જે ટીમ ચેલેન્જર જીતશે તે 27 જાન્યુઆરીએ હોબાર્ટ સામે ફાઈનલ રમશે. જ્યારે હારનાર ટીમ નંબર-3 પર ટુર્નામેન્ટ પૂરી કરશે. હોબાર્ટ 7 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું
હોબાર્ટે 7 વર્ષ પછી BBL ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમ છેલ્લે એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે 2017-18માં ફાઇનલમાં રમી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હોબાર્ટ અગાઉ 2013-14માં પર્થ સ્કોર્ચર્સ સામે ફાઇનલમાં હારી ગઈ હતી. હવે ટીમ પોતાનું પ્રથમ ટાઈટલ જીતવા માટે બેતાબ છે. બીજી તરફ સિડની સિક્સર્સ 3 વખત ચેમ્પિયન છે. ટીમે 2011-12, 2019-20 અને 2020-21માં ટાઇટલ કબજે કર્યું હતું. ટીમ ગત સિઝનમાં બ્રિસ્બેન હીટ સામે ફાઇનલમાં હારી ગઈ હતી. આ પહેલા પણ ટીમ ત્રણ વખત રનર અપ બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments