ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતીય સમય અનુસાર સોમવારે રાત્રે 10:30 કલાકે તેમણે શપથ લીધા હતા. શપથગ્રહણના ત્રણ કલાક પહેલા સેન્ટ જોન્સ ચર્ચમાં એક સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે પહોંચ્યા હતા. સેવા બાદ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમનું સ્વાગત કર્યું. અહીંથી બંને એક જ કારમાં કેપિટોલ હિલ પહોંચ્યા. બીજી વખત અમેરિકાની ફર્સ્ટ લેડી બનનાર મેલાનિયા ટ્રમ્પની સ્ટાઈલ ચર્ચામાં રહી હતી. તેણે વાદળી રંગનો ઓવરકોટ અને વાદળી અને સફેદ ટોપી પહેરી હતી. શપથ પહેલા ટ્રમ્પે મેલાનિયાને કિસ કરી હતી અને શપથ દરમિયાન મેલાનિયા ટ્રમ્પની પાસે બાઈબલ લઈને ઉભી રહી હતી, જોકે ટ્રમ્પે બાઈબલ પર હાથ રાખ્યા વિના શપથ લીધા હતા. 12 તસવીરોમાં જુઓ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહની ખાસ ક્ષણો…