back to top
Homeભારતકોટામાં અમદાવાદની યુવતીનો આપઘાત:NEETની વિદ્યાર્થીનિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, 6 મહિના પહેલાં...

કોટામાં અમદાવાદની યુવતીનો આપઘાત:NEETની વિદ્યાર્થીનિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, 6 મહિના પહેલાં જ અહીં આવી હતી

કોટામાં આત્મહત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે (22 જાન્યુઆરી) NEETની તૈયારી કરી રહેલી અન્ય એક વિદ્યાર્થીનિએ આત્મહત્યા કરી. વિદ્યાર્થીનિએ પીજી રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી. ગાઇડલાઇન પછી પણ પંખામાં હેંગિંગ ડિવાઇસ લગાવાયેલું નહોતું. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સીઆઈ રામ-લક્ષ્મણે જણાવ્યું કે અમદાવાદની રહેવાસી અફશા શેખ (23) લગભગ 6 મહિના પહેલા કોટા આવી હતી. અફશા પ્રતિક્ષા રેસીડેન્સીમાં રહેતી હતી. બુધવારે સવારે પીજી માલિકે વિદ્યાર્થીનિને રૂમમાં લટકતી જોઇ હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તેમના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હાલમાં આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. આ યુવતીના મકાન માલિકના ભાઈ મહેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ મળી હતી, જ્યારે મેસનો મેનેજર રૂમમાં ગયો, તો વિદ્યાર્થિની ઉઠી ન હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જવાહર નગર પોલીસ પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ અધિકારી રામ લક્ષ્મણ ગુર્જરે જણાવ્યું હતું કે પરિવારજનોના પહોંચ્યા બાદ પોસ્ટમોર્ટમ તથા આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઘટના પાછળ શું કારણ છે તે સામે આવ્યું નથી? આ અંગે તપાસ કરવામાં આવશે. મહેન્દ્ર નાગરના જણાવ્યાનુસાર, ધો. 12 બાદ તે કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહી હતી. તે ગત પાંચ મહિનાથી તેના ભાઇના મકાનમાં પીજી તરીકે રહેતી હતી. મંગળવારે રાત્રે યુવતી બાળકો સાથે નીચે મોડા સુધી રમતી હતી. તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી અને બાળકોને ચોકલેટ પણ ખવડાવી હતી. 15 દિવસમાં આપઘાતના 5 બનાવ કોટામાં ભવિષ્યને સુંદર બનાવવાના સપનાં સાથે આવતા વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. 2025ની શરૂઆતના 15 દિવસમાં જ આપઘાતની આ પાંચમી ઘટના છે. જેને લઈને હવે તંત્રની ચિંતા વધી ગઇ છે. વિદ્યાર્થીઓના આપઘાત પાછળ માનસિક તણાવનું કારણ સામે આવી રહ્યું છે. જ્યારે જે રૂમમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તેમાં પંખા પર હેંગિંગ ડિવાઈસ પણ લગાવેલું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments