back to top
Homeગુજરાતખ્યાતિકાંડઃ પોલીસ પકડે તે પહેલા કાર્તિકે 16 કરોડની લોન ભરી:રોકાણ કર્યા બાદ...

ખ્યાતિકાંડઃ પોલીસ પકડે તે પહેલા કાર્તિકે 16 કરોડની લોન ભરી:રોકાણ કર્યા બાદ ચિરાગને રિટર્ન આપવા દબાણ કરતા કેમ્પના બહાને દર્દીઓને વેતરવાના ખેલ શરૂ થયા હતા

ખ્યાતિકાંડનો માસ્ટર માઈન્ડ અને હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઝડપાયા બાદ હાલ રિમાન્ડ પર છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં તેના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા કાર્તિક પટેલે દુબઈથી જ પોતાની 16 કરોડની બેંક લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં રોકાણ કર્યા બાદ ચિરાગ રાજપૂતને રિટર્ન આપવા દબાણ કરતા ચિરાગે ગામડાઓમાં કેમ્પ કરી PMJAY હેઠળ હોસ્પિટલમાં દર્દીઓ લાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચને પૂછપરછમાં કાર્તિક સહયોગ ન આપી ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. 10 દિવસના રિમાન્ડ પર છે કાર્તિક પટેલ
ખ્યાતિકાંડ મામલે ધરપકડ કરાયા કાર્તિક પટેલ હાલ રિમાન્ડ પર છે. હોસ્પિટલમા રિકન્સ્ટ્રકશન કરાયા બાદ અને ફાઈલો કબજે કરાયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જો કે, પોલીસની પૂછપરછમાં કાર્તિક સહયોગ ન આપી ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. દુબઈમાં હતો ત્યારે 16 કરોડની લોન ભરી દીધી
કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. તે પોલીસ ચોપડે ફરાર હતો ત્યારે ઓસ્ટ્રેલિયાથી ભાગી દુબઈ ગયો હતો. તપાસ એજન્સીઓએ તેના બેંક એકાઉન્ડ સીલ કરી દીધા હતા અને તેની સામે લુકઆઉટ નોટિસ ઈસ્યૂ કરી હતી. તેમ છતાં દુબઈમાં હતો ત્યારે 16 કરોડ રૂપિયાની પોતાની લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં રોકાણ બાદ ચિરાગને રિટર્ન માટે દબાણ કરતો
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલમાં રોકાણ કર્યા બાદ ચિરાગને કહેતો રહેતો હતો કે, મેં આટલું બધુ રોકાણ કર્યું છે તો તેનું રિટર્ન મને કઈ રીતે મળશે, કંઈપણ કરો મને રૂપિયા આપો. જેથી ચિરાગ રાજપૂતે ગામડાઓમાં કેમ્પ કરી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં સહયોગ નથી આપતો
ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યારથી કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં લાવવામાં આવ્યો છે ત્યારથી તે તપાસમાં પૂર્ણ સહયોગ કરતો નથી. પરંતુ ચિરાગ અને રાહુલે જે નિવેદનો નોંધાવ્યા છે તેમાં હવે કાર્તિક પટેલ ફસાયો છે અને તે ક્રાઈમ બ્રાન્ચ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે તેનો જવાબ આપવાનું ટાળે છે અને ઘણા દબાણ પછી તે નાનકડો જવાબ આપે છે. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલના સીએ અને સરકારી સીએની સાથે કેટલાક મહત્વની ફાઇલોના આંકલન કરવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે, જ્યારે કાર્તિક પટેલ વોન્ટેડ હતો ત્યારે તેણે પોતાના ઉપયોગ માટે લીધેલી પર્સનલ લોન અને બીજી એક એમ મળીને કુલ 16 કરોડ રૂપિયાની લોન દુબઈમાં હતો તે સમયે ભરી દીધી હતી. માલેતુજાર કાર્તિક ક્રાઈમ બ્રાંચમાં જમીન પર રાત વિતાવે છે
કાર્તિક પટેલ જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તે પોતાની સાથે કોઈ પુરાવા લાવ્યો ન હતો. પરંતુ અહીંયા ક્રાઈમ બ્રાન્ચ જે દસ્તાવેજો ભેગા કર્યા છે તેમાં રોજ રોજ નવા પુરાવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ફર્શ ઉપર રાતે તે ઊંઘે છે અને દિવસે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના સવાલોના જવાબ આપે છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસનું કહેવું છે કે, કાર્તિક પટેલ પોતે અને હિસાબો પોતાના અંગત ઉપયોગ માટે ખ્યાતિની લોન લીધી હતી અને તેના નામે જલસા કરતો હતો. 5 કેસની તપાસમાંથી કાર્તિકને પસાર થવું પડશે
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ કાર્તિક પટેલ અને તેના સાથીઓ સામે નોંધાઈ છે. ત્યાર બાદ જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલના ઘરે રેડ કરી ત્યારે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને એ સંદર્ભે પણ ચોથી ફરિયાદ તેની સામે નોંધાઈ છે. આ બધી તપાસ સ્થાનિક પોલીસ કરશે. જ્યારે ઇડી દ્વારા જમીનોને લઈને એક ગુનો નોંધવામાં આવ્યો છે. જે સેન્ટ્રલ એજન્સી દ્વારા આગામી સમયમાં તપાસ કરશે એટલે પાંચ જેટલા કેસોમાં કાર્તિક પટેલની તપાસમાંથી પસાર થવું પડશે. ખ્યાતિકાંડના 9 આરોપી ક્યારે અને કેવી રીતે ઝડપાયા અને તેમનો આ કેસમાં શું રોલ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments