back to top
Homeદુનિયાજો હું હોત તો યુદ્ધ ન થયું હોત...:ટ્રમ્પે પુતિનને આપી ચેતવણી, કહ્યું-...

જો હું હોત તો યુદ્ધ ન થયું હોત…:ટ્રમ્પે પુતિનને આપી ચેતવણી, કહ્યું- યુક્રેન યુદ્ધ મામલે વાતચીત માટે તૈયાર થાવ, નહીં તો રશિયા પર પ્રતિબંધ લાદીશ; ટ્રમ્પ એકશનમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જો પુતિન યુદ્ધ પર વાતચીત કરવા માટે તૈયાર નહીં થાય તો અમેરિકા રશિયા પર પ્રતિબંધો લાદશે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા વાતચીત કરવા અને રૂબરૂ મળવા માટે તૈયાર છે. મીડિયાના સવાલોના જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે યુક્રેનમાં ક્યારેય યુદ્ધ થવું જોઈતું નહોતું, સ્થિતિ ભયાનક છે, લાખો લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું- જો અમેરિકા પાસે સક્ષમ રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થાત. જો હું રાષ્ટ્રપતિ હોત તો આવું ન થાત. ટ્રમ્પે દાવો કર્યો હતો કે રશિયાએ તેમના કાર્યકાળ દરમિયાન યુક્રેન પર હુમલો કરવાની હિંમત કરી ન હતી. યુક્રેનને હથિયાર સપ્લાયની સમીક્ષા કરશે અમેરિકા તરફથી યુક્રેનને હથિયારોની સપ્લાય પર ટ્રમ્પે કહ્યું કે તેઓ તેની સમીક્ષા કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે વાત કરી રહ્યા છે. ટ્રમ્પ ટૂંક સમયમાં પુતિન સાથે પણ વાત કરશે. હથિયારો સપ્લાય વિશે વાત કરતા ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર યુક્રેનને યુએસ કરતા ઓછી આર્થિક મદદ આપવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમે યુક્રેન માટે 200 અબજ ડોલર આપી રહ્યા છીએ. યુરોપ આપણા કરતાં વધુ જોખમમાં છે, તેમ છતાં તેઓ ઓછી મદદ કરી રહ્યા છે. ઝેલેન્સ્કી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ શાંતિ ઈચ્છે છે. આ માટે બંને પક્ષોએ વાતચીત કરવી પડશે. બંનેએ સંમત થવું જરૂરી છે. પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. પુતિને કહ્યું છે કે તેઓ નવી અમેરિકન સરકારના વિઝનનું સ્વાગત કરે છે. પુતિને યુક્રેન યુદ્ધ પર જિનપિંગ સાથે વાત કરી હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અને યુએસના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો વિશે વાત કરી હતી. જિનપિંગ અને પુતિને વીડિયો કોલ દ્વારા એક કલાક 35 મિનિટ સુધી વાત કરી હતી. બંનેએ રશિયા અને ચીન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે કહ્યું કે રશિયા અમેરિકા સાથે સન્માનપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments