ગઇકાલે રાજકોટમાં દેવાયતભાઇનો ડાયરો યોજાયો હતો. લોકોએ ઘોર કરીને 10-10ની નોટ ઉડાવી તો દેવાયતભાઇએ ભાજપના નેતાને સલાહ આપી દીધી. વીડિયોમાં દેવાયતભાઇ નોટની કિંમત સમજાવે છે. અને બીજી તરફ ઘોર કરવા લોકો એટલા બધા સ્ટેજ પર ચડી ગયા કે સ્ટેજ તૂટી ગયું. ટ્રમ્પે અમેરિકામાં શપથ લીધા અને તેના પડઘાં ગુજરાતમાં પડ્યા. ટ્રમ્પે પ્રેસિડેન્ટ બનતાં જ એવી એવી જાહેરાતો કરી કે શેરબજારમાં ધમાચકડી મચી ગઇ. ગુજરાતીઓ માટે પાંચ મુદ્દા કામના છે. કોરોના પછી SOPનો ઉલ્લેખ દરેક જગ્યાએ થવા લાગ્યો છે. હવે અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશને પણ રોડ રિપેરિંગના કોન્ટ્રાક્ટર માટે નવી SOP બહાર પાડી છે. હવે જોવું રહેશે કે આ SOPથી શહેરના કેટલા ખાડા બુરાશે. આવી જ ગુજરાતની પોલિટિકલ ગોસિપ માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને માણો પારકી પંચાત.