back to top
Homeદુનિયાપાકિસ્તાનમાં પતંગ ચગાવ્યો તો 5 વર્ષની જેલ:પંજાબ વિધાનસભામાં બિલ પાસ, 20 લાખના...

પાકિસ્તાનમાં પતંગ ચગાવ્યો તો 5 વર્ષની જેલ:પંજાબ વિધાનસભામાં બિલ પાસ, 20 લાખના દંડની પણ જોગવાઈ; દોરીથી ગળું કપાવાને કારણે 11ના મોત થયા હતા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંગળવારે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ, પંજાબ વિધાનસભાએ પણ આ અંગે એક બિલ પસાર કર્યું છે. જો પતંગ ચગાવતા પકડાય તો 3 થી 5 વર્ષની જેલ અથવા 20 લાખ પાકિસ્તાની રૂપિયા (6 લાખ ભારતીય રૂપિયા)નો દંડ અથવા બંને થઈ શકે છે. દંડ ન ભરવા પર એક વર્ષની વધારાની જેલ થઈ શકે છે. આ બિલમાં પતંગ બનાવનારા અને તેનું વેચાણ કરનારાઓ માટે કડક સજાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમને 5 થી 7 વર્ષની જેલ અથવા 50 લાખ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. દંડ ન ભરવામાં આવે તો 2 વર્ષની વધારાની જેલની સજા થઈ શકે છે. આ કાયદામાં સગીરો માટે સજાની અલગ જોગવાઈ છે. સગીરોને પ્રથમ ગુના માટે 50,000 રૂપિયા અને બીજા ગુના માટે 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો ત્રીજી વખત ગુનો કરવામાં આવશે તો જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2018 હેઠળ સજા આપવામાં આવશે. પંજાબે ગયા વર્ષથી પતંગ ચગાવવાને બિનજામીનપાત્ર ગુનો જાહેર કર્યો​​​​​​​ છે રિપોર્ટ અનુસાર આટલી આકરી સજા અને દંડની જોગવાઈ લોકોમાં ભય પેદા કરવા માટે કરવામાં આવી છે. આ કાયદો તમામ પ્રકારના દોરાથી બનેલા પતંગોને લાગુ પડે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પંજાબ સરકારે પતંગ બનાવવા, ચગાવવા અને વેચવાને બિનજામીનપાત્ર ગુનો જાહેર કર્યો હતો. લાહોર સિવાયના અન્ય શહેરોને પણ પ્રતિબંધો લાગુ પડશે બિલમાં કહેવામાં આવ્યું છે કે પતંગ ચગાવતી વખતે ધારદાર દોરીના ઉપયોગને કારણે અનેક જીવલેણ અકસ્માતો થાય છે. લાહોર સિવાય અન્ય શહેરોમાં પણ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. વસંત ઉત્સવ પહેલા સમગ્ર રાજ્યમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે માર્ચમાં, ફૈસલાબાદમાં એક મોટરસાઇકલ સવારનું પતંગની દોરીથી તેનું ગળું કાપવાથી મૃત્યુ થયું હતું. પતંગ ચગાવવા પર સૌપ્રથમ 2005માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ એક સ્પર્ધા દરમિયાન કાચના પાવડરમાંથી બનેલા માંજાથી 11 લોકોના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments