back to top
Homeગુજરાતબે દિવસની ઈવેન્ટ માટે બે લાખથી વધુ લોકો આવશે:કોન્સર્ટ માટે 2 વાગ્યાથી...

બે દિવસની ઈવેન્ટ માટે બે લાખથી વધુ લોકો આવશે:કોન્સર્ટ માટે 2 વાગ્યાથી પ્રવેશ, 14 સ્થળે પેડ પાર્કિંગ, દર 7 મિનિટે મેટ્રો મળશે, પહેલી વાર ખાનગી ઈવેન્ટમાં NSG

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસના આ કોન્સર્ટમાં બે લાખથી વધુ લોકો આવવાના છે. જેના પગલે શહેર પોલીસે સુરક્ષાનો એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. સાથે જ એનએસજી કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે. જેમાં સ્ટેડિયમની બહારથી લઈને અંદર સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિનિ હોસ્પિટલ (3 બેડવાળી), 6 ઈન્ફર્મેશન ડેસ્ક હશે. આ કોન્સર્ટમાં 5 વર્ષથી નાના બાળકોને પ્રવેશ એન્ટ્રી નહીં મળે. સાથે જ પ્રેક્ષકોને ઈયર પ્લગ અપાશે.
સ્ટેડિયમની અંદર લાખની સંખ્યામાં દર્શકો હોવાથી તેમની ગતિવિધિ પર પણ પોલીસની નજર રહેશે. જેના માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે. સ્ટેડિયમની અંદર લાગેલા 270 કેમેરાનું સતત મોનિટરિંગ કરવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવાઈ છે. જે ટીમ દ્વારા મોનિટરિંગ કરશે અને જો કોઈ શંકાસ્પદ લાગશે તો તાત્કાલિક નજીકના લોકેશનમાં રહેલા પોલીસકર્મીને તેની જાણ કરવામાં આવશે.
કોન્સર્ટમાં આવનારા દર્શકોએ પોતાની પાસે પર્સ કે મેડિકલની વસ્તુઓ અંદર લઈ જઈ શકશે. આ કોન્સર્ટ સાંજે 5.15 થી ચાલુ થશે અને 10 વાગે પૂર્ણ થશે. જેના કારણે પ્રેક્ષકોને 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. પ્રેક્ષકો સ્ટેડીયમમાં પ્રવેશ કરે તે પહેલા ગેટ પર ફિઝિકલ ચેકિંગ, પર્સ, બેગનું ચેકીંગ થશે. જે બાદ અંદર જતા મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવશે. બપોરે 12.30થી જનપથ ટી-મોટેરા સુધીનો તથા કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રોડ બંધ પોતાનું વાહન લઈને આવતા હોય તો કઈ રીતે પહોંચવું?
25 અને 26 જાન્યુઆરીના દિવસે બપોરના 12.30 વાગ્યાથી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો આવતો- જતો માર્ગ વાહન વ્યવહારોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. જ્યાં સુધી કોન્સર્ટ પૂરો ના થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવર જવર માટે પ્રતિબંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.
પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતની રહેશે
સ્ટેડિયમથી 2.5 કિલોમીટર સુધીમાં કુલ 14 પ્રાઈવેટ પાર્કિંગ ઊભા કરાયા છે. જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાહન પાર્ક કરી શકશે. આ 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર બે પાર્કિંગ પ્લોટ વીઆઈપી તથા વીવીઆઈપી માટે રખાયા છે. જ્યારે બાકીના 12 પેક્ષકો માટે રખાયા છે. 14 પ્લોટમાં 16 હજાર વાહનની કેપેસિટી.
સ્ટેડિમ પહોંચવા મેટ્રો સૌથી સારો વિકલ્પ
શહેરના કોઈ પણ મેટ્રો સ્ટેશનેથી મેટેરા મેટ્રો સુધી પહોંચી શકે છે. જેથી બહારથી આવતા લોકો માટે મેટ્રો ઉત્તમ વિકલ્પ રહેશે. મોટેરા મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટ નંબર 1 થી 300 મિટર દૂર છે. જેથી મેટ્રોમાં આવતા લોકો મોટેરા મેટ્રે સ્ટેશન ઉતરીને ભીડના કારણે 300 મિટર 10 મિનિટમાં ચાલીને ગેટ સુધી પહોંચી શકશે. મેટ્રોની ટિકીટ અમદાવાદ મેટ્રોની એપ્લિકેશન પરથી ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે. દર 7 મિનિટે મેટ્રો મળશે. ગુરુવારે મેટ્રો પ્લાન જાહેર કરશે. સ્ટેડિયમની અંદર 60 ફાયર માર્શલ ખડેપગે રહેશે, દરેક પ્રકારના જોખમ સામે તૈયારી મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા કોલ્ડપ્લેના આયોજકોને જણાવાયું છે કે 60 ટ્રેન્ડ ફાયર માર્શલની વ્યવસ્થા કરવામાં આવે. જેથી કોઈપણ સંજોગોમાં લોકોને બચાવી શકાય. અને કોલ્ડપ્લેના આયોજક દ્વારા ફાયર સેફ્ટી ઓડિટ રિપોર્ટ પણ મ્યુનિ.નો સોંપવામા આવે. ફાયર અલાર્મ સિસ્ટમ લગાવાય જેથી કોઈપણ સંજોગોમાં ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમ વડે સિગ્નલ આપી શકાય. બહાર નીકળવાના તમામ દરવાજાઓ ખુલ્લા હોવા જોઈએ. ટેમ્પોરેરી સ્ટ્રક્ચરને ફાયરથી બચાવી રાખવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ. જ્વલનશીલ પદાર્થોને સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરવો. ટેમ્પોરેરી ધોરણે કરવામા આવેલ ઈલેક્ટ્રિકલ વાયરિંગની પણ પૂરતી ચકાસણી કરવામાં આવે. ખાવાની વાગનગીએ બનશે ત્યાં પણ પૂરતી ફાયરસેફ્ટીને લગતી સુવિધાઓ વિકસાવવી. ફાયરફાઈટિંગમાં વપરાતા પાણીનો પ્રવાહ પુરતો હોવો જોઈએ. સુરક્ષા જવાનો અને ફાયર સેફ્ટીના લોકો જોડે સરખો સંકલન રાખી કામગીરી કરાય. ક્ષમતાથી વધારે લોકોનો સમાવેશ ન કરાય. એડવાન્સ મોનિટરિંગ સિસ્ટમ સાથે કમાન્ડ સેન્ટર બનાવાય. જેથી આયોજકો દ્વારા પણ આ જ રીતે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments