રશ્મિકા મંદાન્ના થોડા દિવસો પહેલા જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ હતી, જેના વિશે તેણે તેના ચાહકોને જાણ કરી હતી. તેણે શૂટિંગમાં થયેલા વિલંબ બદલ તેમની આગામી ફિલ્મોના પ્રોડ્યુસર્સની પણ માફી પણ માગી હતી. હવે રશ્મિકા મંદાનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હૈદરાબાદ એરપોર્ટ પર લંગડાતી જોવા મળી રહી છે. ચાલવામાં તકલીફ પડતાં તે વ્હીલચેરમાં બેઠી. રશ્મિકા મંદાના આ ફોટા અને વીડિયોની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
‘છાવા’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપવા આવી
રશ્મિકા પોતાની ફિલ્મ ‘છાવા’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપવા આવી હોવાનું જાણવા મળે છે. હૈદરાબાદ એરપોર્ટ પર તે વ્હીલચેર પર જોવા મળી હતી. જેવી તે પોતાની કારમાં બેસવા માટે ઊભી થઈ કે તરત જ તે સંતુલન ગુમાવવા લાગી હતી.પછી તેણે તેની ટીમની મદદ લીધી અને પાપારાઝીને બાય કહીને, તે કારમાં બેસી ગઈ. ઈજાગ્રસ્ત હોવા છતાં, રશ્મિકાએ પોતાના કામ પ્રત્યે જે સમર્પણ દર્શાવ્યું અને ટ્રેલર લોન્ચમાં જે રીતે હાજરી આપી તેનાથી ચાહકો પ્રભાવિત થયા. ચાહકો ચિંતિત, કહ્યું- જલદી સ્વસ્થ થાઓ
ચાહકોએ રશ્મિકાના વખાણ કર્યા અને તેના જલદી સ્વસ્થ થવાની કામના પણ કરી. એક ચાહકે લખ્યું, ‘જલ્દી સ્વસ્થ થાઓ.’ બીજા એક ચાહકે લખ્યું, ‘રશ્મિકા જી, બધું જલદી ઠીક થઈ જશે.’ બીજા એક ચાહકે લખ્યું, ‘જલ્દી સ્વસ્થ થાઓ, હું પ્રાર્થના કરું છું.’
રશ્મિકા મંદાનાએ 11 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની ઈજા વિશે વાત કરી હતી. એ પણ લખ્યું હતું કે તેમની ઈજાએ તેમની આગામી ફિલ્મોના શૂટિંગ પર કેવી અસર કરી છે. ‘છાવા’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આમાં રશ્મિકા મહારાણી યેસુબાઈના પાત્રમાં છે. જ્યારે વિક્કી કૌશલ છત્રપતિ શિવાજીના રોલમાં છે અને અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં છે.