રાજકોટના રૈયારોડ ઉપર બાપાસીતારામ ચોક પાસે ULC ફાજલ પ્લૉટ પર ગેરકાયદેસર 19 જેટલા કાચા – પાકા મકાનોમાં રહેતા દબાણકર્તાઓ દ્વારા કોર્ટ કેસ કરવામાં આવતા વહિવટી તંત્ર દ્વારા ડીમોલિશન અટકાવી દેવું પડ્યું છે. 1200 વારમાં આવેલી રૂ. 12 કરોડની જમીન ખૂલ્લી કરવા માટે પશ્ચિમ મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. 18 મી જાન્યુઆરીએ ડિમોલિશનની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. જોકે કોર્ટે દબાણકર્તાઓને સાંભળવાની તક આપતા હવે ડીમોલિશન અટકી ગયું છે. 28 મીએ બન્ને પક્ષોએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમા હાજર થવાનું રહેશે. જોકે હાલ દબાણ હટાવ કામગીરી અટકાવી દેવી પડી છે. કોર્ટ મેટર થતા ડીમોલીશન કામગીરી અટકી
દબાણકર્તાઓ દ્વારા એવી અરજી કરવામાં આવી છે કે, અમે જે જગ્યાએ રહીએ છીએ તે નિયમિત કરવા માટે અગાઉ અરજી કરવામાં આવેલી છે. તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ત્યાં ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ગત 18 જાન્યુઆરીના રોજ વહીવટી તંત્ર દ્વારા એટલે કે પશ્ચિમ મામલતદાર કચેરી દ્વારા આ જગ્યા ઉપર ડીમોલીશન કરવાનું હતું. પરંતુ દબાણ કરનારા કોર્ટમાં ગયા હોવાથી ડિમોલિશન અટકી ગયેલું છે અને હવે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં પશ્ચિમ મામલતદાર દ્વારા રિમાર્ક રજૂ કરવા માટે 28મી જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે. 28 જાન્યુઆરીએ વધુ સુનાવણી થશે
રાજકોટ પશ્ચિમ મામલતદાર અજીત જોશીના જણાવ્યા મુજબ, રૈયા સર્વે નંબર 156 માં 1200 વાર ULC ફાજલ જગ્યામાં 19 જેટલા કાચા – પાકા મકાનોનુ દબાણ છે. જેની અંદાજિત કિંમત રૂ. 12 કરોડ જેટલી થાય છે. જેનું ડિમોલીશન 18 મી જાન્યુઆરીએ કરવાનું હતું પરંતુ દબાણ કરનારા કોર્ટમાં ગયા હોવાથી હાલ પૂરતું ડિમોલિશન કરવામાં આવ્યું નથી. હવે 28 મી એ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં આ જગ્યા ના તમામ આધાર પુરાવાઓ સાથે જવાનું છે. દબાણકર્તાઓનો એવો દાવો છે કે અમે અહીં 25 વર્ષથી રહીએ છીએ અને લાઈટ બિલ ભરીએ છીએ તો આ કબજો નિયમિત કરી દેવામાં આવે અને અમારું બાંધકામ તોડવામાં ન આવે. જોકે જાણવા મળતી વિગત મુજબ સરકારનાં કાયદા મૂજબ વર્ષ 1999 ના પહેલાના જે યુએલસી ફાજલ થયેલા પ્લોટ છે તેવા બાંધકામોને નિયમિત કરવા પરંતુ તે બાદના યુએલસી ફાજલ પ્લોટ ઉપર થયેલા બાંધકામો નિયમિત ન કરવા જે મુજબ આ દબાણો 1999 બાદના હોવાથી ડીમોલીશન કરવાના થાય છે. જોકે હાલ કોર્ટનુ સમન્સ વહિવટી તંત્રને મળેલું છે જેથી હવે દબાણ હટાવ કામગીરી અટકી ગઈ છે.