અમેરિકામાં શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ અટકવાના નામ લેતી નથી. આ વખતે અમેરિકાના નેશવિલેની સ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. બુધવારે ટેનેસી હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને બીજો વિદ્યાર્થીને ઘાયલ થયો હતો અને પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. શાળાના કાફેટેરિયામાં ગોળીબાર
નેશવિલે પોલીસે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન્ટિઓક હાઇ સ્કૂલના કાફેટેરિયામાં 17 વર્ષના વિદ્યાર્થીએ પિસ્તોલથી અનેક ગોળીબાર કર્યા હતા. 16 વર્ષની વિદ્યાર્થિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજા 17 વર્ષના છોકરાને હાથમાં ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. અન્ય વિદ્યાર્થીને ગોળી મારી પોતાને પણ ગોળી મારી નેશવિલે પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર અંગેનો પહેલો કોલ બુધવારે સવારે 11:09 વાગ્યે 911 ઇમરજન્સી નંબર પર આવ્યો હતો. હુમલાખોરે એક વિદ્યાર્થીની હત્યા કરી અને પછી પોતાના પર પણ ગોળી ચલાવી લીધી. ગોળીબારમાં અન્ય એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. પોલીસે મૃતકની ઓળખ 16 વર્ષીય જોસેલિન કોરિયા એસ્કેલાન્ટે અને હુમલાખોરની ઓળખ 17 વર્ષીય સોલોમન હેન્ડરસન તરીકે કરી છે. ફાયરિંગની ઘટનાને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ
મેટ્રો સ્કૂલ્સે X પર એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એન્ટિઓક હાઇ સ્કૂલ બિલ્ડિંગની અંદર ગોળીબાર થયો હતો અને સ્કૂલને બંધ કરી દેવાઈ હતી. મેટ્રો પોલીસ ઘટનાસ્થળે હાજર છે. ગોળીબાર માટે જવાબદાર વ્યક્તિથી હવે કોઇ ખતરો નથી. અમે વિદ્યાર્થીઓને ઓડિટોરિયમમાં ભેગા કરીશું. તમને જણાવી દઈએ કે આ શાળામાં લગભગ 2,000 વિદ્યાર્થીઓ છે અને તે નેશવિલે શહેરના દક્ષિણપૂર્વમાં લગભગ 16 કિમી એન્ટિઓકમાં સ્થિત છે. અગાઉ નેશવિલેમાં, પોલીસ પ્રવક્તા ડોન એરોને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પોલીસ SWAT ટીમે બિલ્ડિંગને ખાલી કરાવી દીધી છે. મેટ્રો નેશવિલે પબ્લિક સ્કૂલ્સે જાહેરાત કરી છે કે તે વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલર્સ ઉપલબ્ધ કરાવી રહી છે. સ્કૂલ ડિસ્ટ્રિક્ટે જણાવ્યું હતું કે “એન્ટિઓક પરિવાર, MNPS સામાજિક કાર્યકરો અને માર્ગદર્શન સલાહકારો તમને અને તમારા વિદ્યાર્થીને સહાય પૂરી પાડવા માટે ઉપલબ્ધ રહેશે”. એન્ટિઓક હાઇસ્કૂલની વેબસાઇટ અનુસાર, અહીં 9-12 ધોરણ સુધીના લગભગ 2,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સીએનએન અનુસાર, આ શાળા શહેરથી લગભગ 10 માઇલ દક્ષિણપૂર્વમાં નેશવિલેના એન્ટિઓક વિસ્તારમાં આવેલી છે. એરોને જણાવ્યું હતું કે ગોળીબાર સમયે બે વિદ્યાર્થી સંસાધન અધિકારીઓ, જેમને SRO તરીકે ઓળખવામાં આવે છે, તેઓ શાળામાં હતા, પરંતુ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં ઘટના પૂરી થઈ ગઈ હતી.