back to top
Homeદુનિયાઅમેરિકા 18 હજાર ભારતીયોને કાઢી મુકશે:ગેરકાયદેસર રહેતા લોકોને પાછા મોકલવા મુદ્દે ભારત...

અમેરિકા 18 હજાર ભારતીયોને કાઢી મુકશે:ગેરકાયદેસર રહેતા લોકોને પાછા મોકલવા મુદ્દે ભારત સંમત; જયશંકરની અમેરિકાના વિદેશ મંત્રી સાથે ચર્ચા

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા મોકવવા મામલે સંમત છીએ. વિદેશ મંત્રીએ આ મુદ્દે ભારતના વલણને સ્થિર અને સૈદ્ધાંતિક ગણાવ્યું હતું. જયશંકરે આ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી છે. જયશંકરે વોશિંગ્ટનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી. કોન્ફરન્સ દરમિયાન જયશંકરે કહ્યું, અમારું માનવું છે કે જો અમારા નાગરિકો અહીં ગેરકાયદેસર રીતે રહે છે અને તે અમારા નાગરિક છે તે નક્કી છે, તો અમે તેમને પાછા મોકવવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે કહ્યું કે ભારત ગેરકાયદેસર રીતે રહેવાનો સખત વિરોધ કરે છે, તે દેશોની છબી માટે સારું નથી કારણ કે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. જયશંકર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજરી આપવા આવ્યા હતા. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર પણ ટ્રમ્પને આપ્યો હતો. 18 હજાર ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકવામાં આવશે અમેરિકામાં ગેરકાયદે રહેતા 18 હજાર ભારતીયો તેમના દેશમાં પરત ફરશે. અમેરિકન વેબસાઈટ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તેમની પાસે અમેરિકન નાગરિકતા નથી અને તેમની પાસે ત્યાંની નાગરિકતા મેળવવા માટેના સાચા દસ્તાવેજો પણ નથી. ગયા મહિને, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ICE) એ લગભગ 15 લાખ લોકોની યાદી બનાવી હતી જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આ યાદીમાં 18 હજાર ભારતીયો સામેલ છે. યુએસ સરકારના ડેટા મુજબ, 2023માં 3,86,000 લોકોને H-1B વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ ત્રણ-ચતુર્થાંશ ભારતીય નાગરિકો છે. અમેરિકાના વિદેશ મંત્રી અને NSA સાથે બાંગ્લાદેશ પર ચર્ચા કોન્ફરન્સ દરમિયાન જયશંકરે કહ્યું હતું કે તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ સાથે બાંગ્લાદેશના મુદ્દા પર ટૂંકમાં ચર્ચા કરી હતી. પત્રકારોએ જયશંકરને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલી ચર્ચા વિશે પૂછ્યું હતું. વિદેશ મંત્રીને ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે પણ પૂછવામાં આવ્યું હતું. જયશંકરે કહ્યું કે આ મુદ્દા પર ચર્ચા થઈ નથી. જયશંકરે કહ્યું- મેં આ મુદ્દાઓ ઉઠાવ્યા નથી. પરંતુ મારે કહેવું જ જોઇએ કે સાન ફ્રાન્સિસ્કોમાં અમારા કોન્સ્યુલેટ પર હુમલો ખૂબ જ ગંભીર બાબત છે. અમે આ મામલામાં જવાબદારીની અપેક્ષા રાખીએ છીએ અને ઇચ્છીએ છીએ કે જવાબદારોને સજા મળે. જયશંકરના મતે ભારત અને અમેરિકા વચ્ચે અદાણી મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. અમેરિકા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… અમેરિકામાં ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક: જયશંકર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને NSAને મળ્યા; દ્વિપક્ષીય વાટાઘાટો કરી ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ મંગળવારે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. નવા ટ્રમ્પ વહીવટીતંત્રમાં યોજાનારી આ પ્રથમ મોટી બેઠક હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments