back to top
Homeસ્પોર્ટ્સકોઈપણ ગ્રાઉન્ડ હોય... ચક્રવર્તી ચક્રવાત સર્જે છે!:ભારતનો સ્પિનર 7 રીતે બોલ ફેંકી...

કોઈપણ ગ્રાઉન્ડ હોય… ચક્રવર્તી ચક્રવાત સર્જે છે!:ભારતનો સ્પિનર 7 રીતે બોલ ફેંકી શકે છે; તેની મિસ્ટ્રી સામે ભલભલા બેટર્સ થાપ ખાય છે

ભારત-ઇંગ્લેન્ડની વર્તમાન સિરીઝની પહેલી T20 મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાના બોલરો સંપૂર્ણ ફોર્મમાં જોવા મળ્યા હતા. મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તી અદ્ભુત રહ્યો હતો. તેણે ઇંગ્લેન્ડની ત્રણ કિંમતી વિકેટ (4-0-23-3) લીધી. જેના કારણે ઇંગ્લેન્ડ ફક્ત 132 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બાદમાં, અભિષેક શર્માએ 34 બોલમાં 79 રન બનાવીને તબાહી મચાવી દીધી. પરિણામે, ભારતે 12.3 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરીને મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ સામેની કોલકાતા ટી20માં વરુણ ચક્રવર્તીએ હેરી બ્રુક (17) અને પછી લિયામ લિવિંગસ્ટન (0)ને ત્રણ બોલમાં આઉટ કર્યા. વરુણે કેપ્ટન જોસ બટલર (68)ની વિકેટ પણ લીધી. પાવરપ્લે પછી ઇંગ્લેન્ડ પ્રતિ ઓવર લગભગ 9 રન બનાવી રહ્યું હતું, પરંતુ IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમતા ચક્રવર્તીએ એક ઓવરમાં જ મેચનું પરિણામ પલટી નાખ્યું. વરુણની આ 3 વિકેટ આ મેચની X-ફેક્ટર સાબિત થઈ. પ્લેયર ઑફ ધ મેચ બનેલા વરુણ ચક્રવર્તી વિશે વાત કરીએ તો, જ્યારે પણ તેને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં તક મળી, તે હંમેશા શાનદાર રહ્યો. વરુણ ચક્રવર્તીને એક સારો સ્પિન બોલર માનવામાં આવે છે, તે 7 અલગ અલગ રીતે બોલિંગ કરી શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેઓ ખૂબ જ ખતરનાક બની જાય છે. 3 વર્ષે ટીમમાં કમબેક કર્યું અને જોરદાર પ્રદર્શનથી પ્રભાવ પાડ્યો
આફ્રિકા સામેના તાજેતરના T20 પ્રવાસમાં વરુણે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા. તેણે નવેમ્બર 2024માં આફ્રિકા સામે 4 T20 મેચમાં 12 વિકેટ લીધી હતી. વરુણના પ્રદર્શનની પણ પ્રશંસા થવી જોઈએ કારણ કે આફ્રિકન પેસ પિચ સ્પિનરો માટે એટલી મદદરૂપ માનવામાં આવતી નથી. વરુણની વાત કરીએ તો, તેને ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો પ્રિય સ્પિનર ​​માનવામાં આવે છે. આનું એક મોટું કારણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથેનું જોડાણ છે. ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા કે તરત જ વરુણ પણ લગભગ 3 વર્ષ પછી ઓક્ટોબર 2024માં ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો. ત્યારે વરુણે બાંગ્લાદેશ સામેની તે સિરીઝની 3 મેચમાં 5 વિકેટ લીધી હતી. વરુણે અત્યાર સુધીમાં 14 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 22 વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં એક વિકેટ લીધી છે. વરુણને વ્હાઇટ બોલ ક્રિકેટનો માસ્ટર માનવામાં આવે છે. જેનું ઉદાહરણ તેના આંકડા છે. તેણે 23 લિસ્ટ A મેચમાં 59 વિકેટ લીધી છે. તેણે 102 T20 મેચમાં 127 વિકેટ ઝડપી છે. વરુણે 71 IPL મેચમાં 83 વિકેટ લીધી છે. 7 અલગ-અલગ રીતે બોલ ફેંકનારો વરુણ એક ફ્રીલાન્સ આર્કિટેક્ટ હતો
પ્રોફેશનલ ક્રિકેટર બનતા પહેલા, ચક્રવર્તી ફ્રીલાન્સ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું છે. IPLમાં તેની એન્ટ્રી મિસ્ટ્રી બોલિંગને કારણે થઈ હતી. વરુણે પોતે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે તે 7 રીતે બોલિંગ કરી શકે છે. જેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, ટો યોર્કરનો સમાવેશ થાય છે. વરુણ ચક્રવર્તી IPLમાં ખૂબ જ સફળ છે
ગૌતમ ગંભીરે પોતાના માર્ગદર્શનથી કોલકાતાને IPL 2024નો ચેમ્પિયન બનાવ્યો ત્યારે વરુણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPL 2024માં, વરુણે 15 મેચમાં 21 વિકેટ લીધી હતી. જો આપણે વરુણની ક્રિકેટ સફર વિશે વાત કરીએ તો તેનો જન્મ કર્ણાટકના બિદરમાં થયો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમે છે. IPL 2019 પહેલા થયેલા ઓક્શનમાં કિંગ્સ ઇલેવન પંજાબે વરુણ ચક્રવર્તીને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ તે ચર્ચામાં આવ્યો હતો. તે સમયે પંજાબનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. ડોમેસ્ટિકમાં પ્રદર્શનથી અશ્વિન પ્રભાવિત થયો
ડોમેસ્ટિક તમિલનાડુ T20 ટુર્નામેન્ટમાં વરુણનું શાનદાર પ્રદર્શન હતું, જેનાથી તત્કાલીન પંજાબ ફ્રેન્ચાઇઝ કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પ્રભાવિત થયો હતો. વરુણ પાસે ઘણી બધી ભિન્નતાઓ છે, તેને 2020માં કોલકાતા નાઈટ રાઇડર્સે તેના સ્પિન બોલિંગ વિભાગને મજબૂત બનાવવા માટે પસંદ કર્યો હતો. તેણે નિરાશ ન કર્યો અને 2020ની IPL સિઝનમાં 20.94ની સરેરાશથી 17 વિકેટ લીધી. તેની બોલિંગમાં દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટ પણ લીધી હતી. તેણે આખી સિઝન દરમિયાન પોતાની બોલિંગથી વિશ્વ ક્રિકેટના બેટર્સને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે IPL 2021માં કુલ 18 વિકેટ ઝડપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments