ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડીફાઇલ્ડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાયલેન્સર વાળા 350 બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાયલેન્સર કાઢી આજે (23 જાન્યુઆરી) તમામ સાયલેન્સરનો નાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી RTOનો મેમો આપવામાં આવતા RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક જગ્યાએ શો-રૂમની અંદર આ પ્રકારે મોડીફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતા હોવાની ફરિયાદ છે, જેની સામે RTO દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે. જો આ મુજબ ચેકિંગ થાય અને મોડીફાઈડ સાયલેન્સર વેચાણ થતા હોવાનું મળી આવે તો તેમના વિરુદ્ધ RTO કાર્યવાહી કરી તેમનું TC સસ્પેન્ડ કરી શકે છે. 10 દિવસમાં મોડીફાઈડ સાયલેન્સર વાળા 350 બુલેટ ડિટેઇન
રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાયલેન્સર વાળા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીએ દ્વારા આવા બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડીફાઈડ સાયલેન્સર નિકાળી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં 350 જેટલા મોડીફાઈડ સાયલેન્સર મળી આવતા RTO અને શોરૂમના સર્ટીફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર સાથે આજરોજ પોલીસ દ્વારા આ તમામ મોડીફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ-RTOઓની ડ્રાઈવ હજુ ચાલુ રહેશે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 10 દિવસમાં કરેલી આ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે આખા દેશમાં થઇ રહી છે. મોટર વેહિકલ એક્ટ 52 અને 190 મુજબ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ કરી શકાય નહિ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરી બાદમાં મોડીફાઈડ સાયલેન્સર અંગે સર્ટિફિકેટ મેળવી બાદમાં તેને નીકાળી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. લોકોને પણ આવા ઇનલિગલ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ ન કરે પોલીસનો મોટીવ નિયમનું પાલન થાય તે અને વાયુ પ્રદુષણ અટકાવવાનો છે, દંડ લેવાનો નથી. પોલીસ વાહન ડિટેઇન કરી રહી છે અને દંડ RTO વસુલ કરી રહી છે. મોડીફાઈડ સાયલેન્સર વેચનારનું TC સસ્પેન્ડ થશેઃ RTO
રાજકોટ RTO અધિકારી કેતન ખપેડએ જણાવ્યું હતું કે, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઈડ સાયલેન્સર વિરુદ્ધ ડ્રાઇવ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આવા 350થી વધુ વાહન ડિટેઇન કરવામાં આવતા RTO દ્વારા આવા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ કરવા બદલ લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જો કોઈ શો રૂમની અંદર મોડીફાઈડ સાયલેન્સર, ફિટિંગ કે વેચાણ થતું હોય તો તેમના વિરુદ્ધ RTO કાર્યવાહી કરી તેમનું TC સસ્પેન્ડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક જગ્યાએ શો-રૂમની અંદર આ પ્રકારે મોડીફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતા હોવાની ફરિયાદ છે, જેની સામે RTO દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે. મોડિફાઇડ સાઇલેન્સર બદલ પોલીસ ભારે દંડ ફટકારવાની સાથે બાઇક પણ જપ્ત કરી શકે. સાયલેન્સર બદલવું એ ગુનો
જો બુલેટના સાયલેન્સરમાં ફેરફાર કરીને જોરથી અવાજ કરવામાં આવે તો તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે. અલગ-અલગ રાજ્યોમાં તેના પર અલગ-અલગ દંડની જોગવાઈ છે. સામાન્ય રીતે સાયલેન્સર બદલવા માટે 1000નો દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ દંડ પણ વધારે હોઈ શકે છે. જો નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે તો વાહન પણ જપ્ત કરી શકાય છે. આ સિવાય મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જેના કારણે અલગથી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. સાથે જ જો તમે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરો છો તો તમારા પર સરકારી કામમાં વિઘ્ન ઉભું કરવા માટે અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લાગી શકે છે. બાઇક યુઝર્સે આ બાબતોનું ધ્યાન રાખવું
તમારી મોટરસાઇકલને હંમેશા તેની મૂળ સ્થિતિમાં રાખો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જો તમને તમારા વાહનમાં કોઈ ફેરફારની જરૂર હોય, તો ઓફિશિયલ સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો. અમે તમને જણાવી દઈએ કે જોરથી અવાજ માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ તે તમારા અને અન્ય લોકો માટે પણ અસુરક્ષિત હોઈ શકે છે. યાદ રાખો ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે માત્ર આપણી જાતને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ સુરક્ષિત રાખીએ.