કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ 2025-26નું બજેટ રજૂ કરતી વખતે ઈન્કમટેક્સ ભરનારાને મોટી રાહત આપી શકે છે. સૂત્રો અનુસાર સરકાર રૂ.20 લાખ સુધી કમાનારા ટેક્સ પેયરોને ટેક્સમાં છૂટ આપી શકે છે. તેના માટે હાલ બે વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે. પહેલો- રૂ. 10 લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સ-ફ્રી કરવી અને બીજો- રૂ. 15થી 20 લાખની આવકવાળાઓ માટે 25%નો નવો ટેક્સ સ્લેબ બનશે. જોકે આ છૂટ નવા ટેક્સ રિજિમવાળાઓ મળશે. હાલ, 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનની સાથે 7.75 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નથી આપવો પડતો. બીજી તરફ, 15 લાખ રૂપિયાથી વધુની આવકવાળા 30% ટેક્સ સ્લેબમાં આવે છે. સૂત્રો મુજબ જો આ વિકલ્પ લાગુ થાય છે તો કેન્દ્ર સરકારને લગભગ 50,000 કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂનું નુકસાન થઈ શકે છે. એક્સપર્ટનો મત… 20 લાખ સુધીની આવક માટે 25% નો નવો સ્લેબ એવા સમયે જ્યારે જીડીપી ગ્રોથ ધીમો છે, ઈન્કમટેક્સ છૂટમાં રાહત શહેરી ખપત વધારશે. તેના માટે 2023ના બજેટમાં ઈન્કમટેક્સમાં રાહત આપવામાં આવી હતી. ત્યારે નવા ટેક્સ રિજિમવાળાઓ માટે સેક્શન 87એમાં ટેક્સ છૂટ વધારીને 7 લાખ રૂપિયા સુધીની કરાઈ હતી. જોકે નવા ટેક્સ રિજિમમાં મોટા ભાગની છૂટનો ફાયદો નથી મળતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના પૂર્વ સભ્ય અખિલેશ રંજનનું કહેવું છે કે સરકારે 15 લાખથી 20 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓ માટે 25%નો ટેક્સ સ્લેબ લાવવો જોઈએ. તેનાથી લોકોની પાસે વધુ પૈસા રહેશે, જેનાથી ખપત વધશે. આ એ જ લોકો છે જે ફ્રીઝ, ટીવી જેવા કન્ઝ્યુમર ડ્યૂરેબલ ખરીદે છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન કોમ્પ્લેક્સ ચોઈસિસના પ્રો. અનિલ સૂદ પણ કહે છે કે 15 લાખ રૂપિયાથી થોડી વધારે આવક પર 30%નો ટેક્સ રેટ યોગ્ય નથી.