રણજી ટ્રોફી 2024-25નો છઠ્ઠો રાઉન્ડ ગુરુવારે શરૂ થયો હતો. આ રાઉન્ડમાં 7 ભારતીય સ્ટાર્સ પોતપોતાની રાજ્યની ટીમો માટે રમી રહ્યા છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને રવીન્દ્ર જાડેજા જેવા મોટા નામ સામેલ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. રોહિત અહીં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. તે 19 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. તેમના સિવાય રિષભ પંત, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પણ નિષ્ફળ રહ્યા હતા. આ ચાર બેટર્સ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. બીજી તરફ મહારાષ્ટ્રના નિયમિત કેપ્ટન અંકિત બાવનેને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો છે. સૌરાષ્ટ્ર તરફથી દિલ્હી સામે રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી
સૌરાષ્ટ્ર તરફથી રમતા રવીન્દ્ર જાડેજાએ દિલ્હી સામેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજાએ દિલ્હી સામે 17.4 ઓવર ફેંકી હતી જેમાં તેણે માત્ર 66 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જાડેજાએ દિલ્હી પર એટલું દબાણ બનાવ્યું કે ટીમ પહેલી ઇનિંગમાં ફક્ત 188 રન જ બનાવી શકી. મોટી વાત એ છે કે રિષભ પંત પણ દિલ્હીની ટીમમાં રમી રહ્યો છે, પરંતુ તેની હાજરી પણ આ ટીમને બચાવી શકી નહીં. રિષભ પંત પોતે 10 બોલમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીના ઇતિહાસમાં 18મી વખત 5 વિકેટ ઝડપી
સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમી રહેલા રવીન્દ્ર જાડેજા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક મહિના બિલકુલ સારા રહ્યા નથી. ત્યારે દિલ્હી સામેની રણજી ટ્રોફી મેચમાં તેનું પ્રદર્શન ચોક્કસપણે તેનો આત્મવિશ્વાસ વધારશે. રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં 18મી વખત 5 વિકેટ ઝડપી છે. આટલું જ નહીં, તેણે આ ટુર્નામેન્ટમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી છે. આ સાથે, રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર માટે જયદેવ ઉનડકટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કમલેશ મકવાણા પછી 200 વિકેટનો આંકડો પાર કરનાર ચોથો બોલર બન્યો છે. રવીન્દ્ર જાડેજા હવે રણજી ટ્રોફીના ઇતિહાસમાં 3000 થી વધુ રન બનાવનાર અને 200 વિકેટ લેનાર 20મો ખેલાડી બની ગયો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 35મી વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી
રવીન્દ્ર જાડેજાએ સૌપ્રથમ દિલ્હી સામે સનથ સાંગવાનની વિકેટ લીધી. આ પછી, તેણે યશ ધુલની વિકેટ પણ લીધી, જે 44 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જાડેજાએ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીને પણ પોતાનો શિકાર બનાવ્યો. જડ્ડુએ હર્ષ ત્યાગી અને નવદીપ સૈનીની વિકેટ પણ લીધી અને આ રીતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 35મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી. જાડેજાના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 547 વિકેટ છે અને તે હવે 550 વિકેટના આંકડાથી માત્ર ત્રણ વિકેટ દૂર છે. રવીન્દ્ર જાડેજાએ છેલ્લે 2023માં તમિલનાડુ સામે રણજી ટ્રોફી મેચ રમી હતી અને ત્યાં પણ તેણે બોલથી તબાહી મચાવી હતી. ત્યારે જાડેજાએ તમિલનાડુ સામે 53 રન આપીને 7 વિકેટ લીધી હતી. રોહિત 3 રન બનાવીને આઉટ થયો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. 10 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રમી રહેલો રોહિત જમ્મુ-કાશ્મીર સામે 19 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. તેને પારસ ડોગરાના હાથે ઉમર નઝીરે કેચ કરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ ટેસ્ટમાં તેણે માત્ર 31 રન બનાવ્યા હતા. મુંબઈની આગેવાની અજિંક્ય રહાણે કરી રહ્યો છે. તેના સિવાય તેની સાથે ઓપનિંગ કરવા આવેલી યશસ્વી જયસ્વાલ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. તે ફાસ્ટ બોલર ઓકિબ નબી ડારે LBW આઉટ કર્યો હતો. યશસ્વીએ 8 બોલમાં એક ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી રમતા ગિલે માત્ર 4 રન બનાવ્યા
ભારત માટે ટેસ્ટમાં ત્રીજા નંબરે રમનાર શુભમન ગિલ આ રણજી ટ્રોફી રાઉન્ડમાં રમી રહ્યો છે. પંજાબની ટીમે તેની કેપ્ટનશિપમાં મેદાન ઉતર્યું હતું. કર્ણાટક સામે ગિલ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. કર્ણાટકના બોલર અભિલાષ શેટ્ટીએ તેને આઉટ કર્યો હતો. તેની 8 બોલની ઇનિંગમાં એક ફોરનો સમાવેશ થાય છે. તે જ સમયે, કર્ણાટક સામે પંજાબ માત્ર 55 રન સુધી ઓલઆઉટ થયું હતું. પંત માત્ર 1 રન બનાવી આઉટ
રોહિત, ગિલ અને જયસ્વાલ બાદ રિષભ પંતે પણ રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડના પ્રથમ દિવસે નિરાશ કર્યો હતો. પંત 10 રન પર માત્ર 1 રન બનાવી શક્યો હતો. મહારાષ્ટ્રના અંકિત બાવને એક મેચ માટે સસ્પેન્ડ
રણજી ટ્રોફી 2025માં ગુરુવારે મહારાષ્ટ્રનો સામનો બરોડા સાથે થશે. આ મેચમાં મહારાષ્ટ્રની આગેવાની ઋતુરાજ ગાયકવાડ કરી રહ્યો છે. ટીમના નિયમિત કેપ્ટન અંકિત બાવનેને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો છે. આ અંગેની જાણ ટીમને બરોડા સામેની મેચ પહેલા કરવામાં આવી હતી. પાંચમા રાઉન્ડમાં સર્વિસીસ સામેની મેચ દરમિયાન, બાવને ડાબોડી સ્પિનર અમિત શુક્લાની બોલિંગ પર સ્લિપમાં કેચ થયો હતો. જોકે, રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે શુભમ રોહિલાએ કેચ પકડ્યો તે પહેલાં બોલ જમીન પર અથડાઈ ગયો હતો. મેચ માત્ર લાઇવ-સ્ટ્રીમિંગ અને ટેલિવિઝન પર પ્રસારિત ન હોવાથી, DRS વિકલ્પ ઉપલબ્ધ ન હતો. બાવનેએ આઉટ આપવામાં આવ્યા બાદ મેદાન છોડવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે 15 મિનિટ માટે રમત અટકાવી દેવામાં આવી હતી. મેચ રેફરી અમિત શર્મા અને મહારાષ્ટ્રના કોચ સુલક્ષણ કુલકર્ણીના હસ્તક્ષેપ બાદ રમત ફરી શરૂ થઈ. જો કે, બાવનેની વર્તણૂકને અવગણના માનવામાં આવી હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો. રણજી ટ્રોફીમાં સિદ્ધાર્થ દેસાઈએ એક ઇનિંગમાં 9 વિકેટ ઝડપી સિદ્ધાર્થ દેસાઈની ઘાતક બોલિંગને કારણે ગુજરાતની ટીમે મેચના પહેલા દિવસે ઉત્તરાખંડને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. સિદ્ધાર્થ દેસાઈએ આશિષ જૈદીના 9/45 ના આંકડાને પાછળ છોડીને ભારતની ડોમેસ્ટિક રેડ-બોલ ટુર્નામેન્ટમાં ત્રીજું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું. ઉત્તરાખંડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થયો. સંપૂર્ણ સમાચાર વાંચો…