રાજકોટ શહેરમાં ગતરાત્રિના (22 જાન્યુઆરી) એસિડ એટેકની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સોખડા ગામ ખાતે રહેતી મંગેતર તેના પ્રેમી સાથે ભાગી જતા યુવક તેની ભાણ મેળવવા યુવતીના ઘરે પહોંચ્ચી ગયો હતો. અહીં યુવકે મંગેતરની પિતરાઈ બહેનને તે ક્યાં છે? સહિતના સવાલો કરી ઉશ્કેરાઈને એસિડ એટેક કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ કુવાડવા પોલીસ સમગ્ર મામલ BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે. યુવક એસિડ ભરેલી બોટલ લઈ મંગેતરના ઘરો પહોંચ્યો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સોખડા ગામ ખાતે ગઈકાલે રાત્રિના એસિડ એટેકની ઘટના સામે આવી છે. સોખડા ગામે રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામના યુવાનની સગાઇ તેના જ ગામની યુવતી પારસબેન સાથે કરવામાં આવી હતી. આ પછી યુવતી તેના પ્રેમી સાથે ભાગી લગ્ન કરી લીધા હોવાની જાણ થતા આરોપી પ્રકાશ સરવૈયા તેની મંગેતરના ઘરે સ્ટીલની બોટલમાં એસિડ ભરીને પહોંચ્યો હતો. યુવકે બોટલ ખોલીને મહિલા પર છાંટી દીધી
આરોપી પ્રકાશ સરવૈયા મંગેતરના ઘરે પહોંચી મંગેતર પારસ ક્યાં છે? કોની સાથે છે? તમને ખબર છે? તેનું એડ્રેસ મને આપો. તમે બધું જાણો છો, છતાં મારાથી છુપાવી રહ્યા છો. મને જાણ કરો પારસ ક્યાં છે? તેમ કહી બબાલ કરી હતી. જે બાદ અચાનક ઉશ્કેરાઈને મંગેતરની પિતરાઈ બહેન વર્ષાબેન પર હાથમાં રહેલ સ્ટીલની બોટલ ખોલી એસિડ એટેક કર્યો હતો. આરોપી પ્રકાશએ એસિડ ઉડાવતા વર્ષાબેનને મોઢાના ભાગે, છાતીના ભાગે, સાથળના ભાગે તથા વાંસાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
એસિડ એટેક કરી આરોપી પ્રકાશ સરવૈયા નાસી જતા ફરિયાદીની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશની સગાઇ પારસબેન સાથે ભોગબનનાર વર્ષાબેન દ્વારા કરાવવામાં આવી હોવાથી તેનો ખાર રાખી તેના પર હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે.