રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટ જય પટેલે કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલ સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ ખાતે દવાનાો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી છે. હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગૃહ ક્લેશ થી કંટાળી તબીબે આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ