back to top
Homeસ્પોર્ટ્સવીરેન્દ્ર સેહવાગ 20 વર્ષે પત્નીથી અલગ થયો?:ઈન્સ્ટાગ્રામમાં આરતીને અનફોલો કરી, એક વર્ષથી...

વીરેન્દ્ર સેહવાગ 20 વર્ષે પત્નીથી અલગ થયો?:ઈન્સ્ટાગ્રામમાં આરતીને અનફોલો કરી, એક વર્ષથી સાથે નથી રહેતા; સો.મીડિયા પર છૂટાછેડાની ચર્ચાએ જોર પડક્યું

ક્રિકેટ જગતમાં છૂટાછેડા અને અલગ થવાના સમાચાર કોઈ નવી વાત નથી. ગયા વર્ષે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. થોડા સમય અગાઉ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. હાલ ભારતના પૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સેહવાગ અચાનક ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સેહવાગના છૂટાછેડાના સમાચાર વાઇરલ થઈ રહ્યા છે. સેહવાગે પત્ની આરતીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી
વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી વચ્ચે છૂટાછેડાની વાતને વેગ ત્યારે મળ્યો, જ્યારે વીરુએ તેની પત્ની આરતીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જોકે, સેહવાગ હજુ પણ આરતીના ફ્રેન્ડ લિસ્ટમાં છે. તેમના બાયોમાં “વીરેન્દ્ર સેહવાગની પત્ની, પૂર્વ ભારતીય ક્રિકેટર વીરુ” લખ્યું છે. આ સાથે આરતીએ હાર્ટ ઇમોજી પણ રાખ્યું છે. સેહવાગ અને આરતીના લગ્નને 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ જોડી ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે વીરુએ પણ ઘણી વાર તેની પત્નીના વખાણ કર્યા છે. જોકે, ગયા વર્ષે દિવાળી નિમિત્તે સેહવાગે જે તસવીર પોસ્ટ કરી હતી, તેમાં તેની પત્ની આરતી ગાયબ હતી. તસવીરમાં તેમની માતા અને મોટો દીકરો આર્યવીર દેખાય છે, પરંતુ તેમની પત્ની આરતી અને નાનો દીકરો વેદાંત ક્યાંય દેખાતા નહોતા. તે સમયથી, તેમના સંબંધોમાં તિરાડ પડવાની અફવાઓ જોર પકડવા લાગી. 20 વર્ષ જૂના લગ્નજીવનમાં તિરાડ
એવા અહેવાલો છે કે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તેમના 20 વર્ષ જૂના લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તેઓ તેમની પત્ની આરતી અહલાવતથી અલગ થઈ શકે છે. અહેવાલો અનુસાર, સેહવાગ અને આરતીએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે અને છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતના લગ્નને 20 વર્ષ થયા છે અને આ કપલ હંમેશા ક્રિકેટ ચાહકો માટે પ્રેરણારૂપ રહ્યું છે. તેમને બે બાળકો છે. પરંતુ હવે તેમના સંબંધોમાં તિરાડના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે. આરતી અને સેહવાગની લવ-સ્ટોરી 7 વર્ષની ઉંમરમાં પહેલીવાર મળ્યા
વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી અહલાવત પહેલી વાર ત્યારે મળ્યા ત્યારે સેહવાગ માત્ર 7 વર્ષનો હતો. આરતીના ફોઈના લગ્ન સેહવાગના પિતરાઈ સાથે થયા હતા, જેના કારણે બંને પરિવારો એક સંબંધમાં બંધાઈ ગયા હતા. આરતીની મોટી બહેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક પ્રેમ લગ્ન હતા. તેમની ફોઈના લગ્ન સેહવાગના પરિવારમાં એક પિતરાઈ ભાઈ સાથે થયા હતા, જેના કારણે તેમની ફોઈ અને વીરેન્દ્ર વચ્ચે દિયર-ભાભીનો સંબંધ બન્યો. આ સંબંધને કારણે, વીરેન્દ્ર અને આરતીનો પરિચય વધ્યો. મજાક-મજાકમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો
વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતના લગ્ન વર્ષ 2004માં થયા હતા અને હવે તેમના લગ્નને 20 વર્ષ પૂર્ણ થયા છે. બંનેને બે પુત્રો છે, આર્યવીર અને વેદાંત. 2002માં, સેહવાગે મજાકમાં આરતીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ આરતીએ તેને ગંભીરતાથી લીધો અને તરત જ હા પાડી દીધી. આ રસપ્રદ કિસ્સો સેહવાગે પોતે એક ઇન્ટરવ્યુમાં શેર કર્યો હતો. વીરુએ પોતાના પરિવારને લગ્ન માટે મનાવવા માટે ખૂબ મહેનત કરી. વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવત એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર હતા, પરંતુ સેહવાગને પોતાના પરિવારને મનાવવા માટે ખૂબ મહેનત કરવી પડી. એક ઇન્ટરવ્યુમાં સેહવાગે કહ્યું હતું કે, “અમારા પરિવારમાં, નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન થતા નથી. અમારા માતા-પિતા પણ અમારા લગ્ન માટે તૈયાર નહોતા. તેમને મનાવવામાં ઘણો સમય લાગ્યો. જોકે, ધીમે ધીમે તેઓ સંમત થયા. નિર્ણય સરળ નહોતો. પરિવારની આ સંમતિ પછી જ સેહવાગ અને આરતીનો પ્રેમ લગ્નમાં પરિણમી શક્યો. આરતીએ જણાવ્યું કે બંને પરિવારના કેટલાક લોકો તેના અને વીરેન્દ્ર સેહવાગના લગ્નથી ખુશ નહોતા. સેહવાગની પત્ની આરતી દિલ્હીના પ્રખ્યાત વકીલ સૂરજ સિંહ અહલાવતની પુત્રી છે. સેહવાગ અને આરતીના લગ્ન ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અરુણ જેટલીના સત્તાવાર બંગલા પર થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments