ખુશી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ ‘લવયાપા’ને લઈને ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં ખુશીએ તેની માતા શ્રીદેવી વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. તેણે કહ્યું કે શ્રીદેવીએ ક્યારેય તેને અને જાહ્નવીને તેમની ફિલ્મો જોવાની મંજૂરી આપી નથી. બંને બહેનો છૂપી રીતે તેમની ફિલ્મો જોતી હતી. વિકી લાલવાણી સાથેની વાતચીત દરમિયાન ખુશી કપૂરને પૂછવામાં આવ્યું કે શું તેણે તેમની માતા શ્રીદેવીની તમામ ફિલ્મો જોઈ છે? આ સવાલનો જવાબ આપતા ખુશી કપૂરે કહ્યું, ‘માતાએ અમને ઘરે તેમની એક્ય ફિલ્મો નથી જોવા દીધી, તેથી તે થોડું મુશ્કેલ બની ગયું.’ ખુશી કપૂરે આગળ કહ્યું, ‘હા, મારી માતા થોડી શરમાળ હતી, તેથી જાહ્નવી અને મારે તેની ફિલ્મો શાંતિથી, એકલા રૂમમાં જોવી પડતી હતી. અમે તેમની ઘણી ફિલ્મો જોઈ છે, પરંતુ અમે તે બધી ફિલ્મો છુપાયને જોઈ હતી. જો ખુશી કપૂરની વાત માનીએ તો તે પોતાની ફિલ્મી કરિયરમાં કોઈની નકલ કરવા માગતી નથી. તેણે કહ્યું કે આ તેની પોતાની સફર છે, જેમાં તેણે એકલા ચાલીને ઘણું શીખવાનું છે. અત્યારે તેના માટે બધું નવું છે, તેથી તે પોતાની જાતને શોધી રહી છે. ખુશીએ એક જૂના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનું બાળપણ ફિલ્મના સેટ પર રમતાં રમતાં વીત્યું હતું, જેને તે ગિફ્ટ માને છે. ‘લવાયાપા’ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે
આમિર ખાનના પુત્રો જુનેદ ખાન અને બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર ‘લવયાપા’ ફિલ્મથી મોટા પડદા પર પગ મુકવા જઈ રહ્યા છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બનાવી હતી.