શેરબજારમાં આજે એટલે કે 23મી જાન્યુઆરીએ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 76,600ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો વધારો છે, તે 23,200ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં તેજી અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી અને ઓટો શેર્સમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે FMCG અને બેન્કિંગ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમના શેરમાં 33%નો વધારો
આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 33.3%ના પ્રીમિયમ સાથે સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમના શેર રૂ. 120 પર લિસ્ટ થયા હતા. તેની ઈશ્યુ પ્રાઈસ પ્રતિ શેર 90 રૂપિયા હતી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો આજથી ડેન્ટા વોટર અને ઈન્ફ્રા સોલ્યુશનનો IPO ખુલશે
ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડના IPOનો આજે બીજો દિવસ એટલે કે 23મી જાન્યુઆરી છે. રોકાણકારો આ ઈસ્યુમાં 24 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 29 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થશે. કંપની આ ઈસ્યુ દ્વારા કુલ 220.50 કરોડ એકત્ર કરવા માંગે છે. જેમાં 75 લાખ નવા શેર જાહેર કરવામાં આવ્યા છે. ગઈ કાલે શેરબજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 566 પોઈન્ટના વધારા સાથે 76,404 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટીમાં 130 પોઈન્ટનો વધારો થયો હતો, તે 23,155 ના સ્તરે બંધ થયો હતો.