બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે ‘હલવા સેરેમની’ અને તેની પાછળનો ઇતિહાસ શુભ કાર્ય શરૂ કરતી વખતે ‘મોં મીઠુ કરવાની’ પરંપરા
ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને ‘હલવા સેરેમની’ કહેવામાં આવે છે. બજેટ રજૂ ન થાય ત્યાં સુધી બજેટ સાથે સંકળાયેલા કર્મચારીઓ નજરકેદ
હલવા સેરેમની પછી બજેટ છાપવાની પ્રક્રિયા શરૂ થાય છે. એની રજૂઆત સુધી પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને સહાયક સ્ટાફ મંત્રાલયમાં બંધ રહે છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓને તેમના ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેઓ તેમના પરિવારને પણ મળી શકતા નથી. એનો હેતુ બજેટને ગોપનીય રાખવાનો છે. 1950માં બજેટની કોપી લીક થયા બાદ કર્મચારીઓને નજરકેદ (ઓફિસમાં રહીને) રાખવાની પરંપરા શરૂ થઈ હતી. બજેટ બનાવવાની પ્રક્રિયા દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે. નાણા મંત્રાલયમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ અપાતો નથી. બજેટની તૈયારીમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ બહારના વ્યક્તિને મળી પણ શકતા નથી છાપવાનું કામ શરૂ
બજેટ પહેલા નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ હલવા સેરેમનીનો અર્થ છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. ‘હલવા સેરેમની’માં કોણ-કોણ આવે છે?
બજેટ પહેલા દર વર્ષે યોજાતી ‘હલવા સેરેમની’નું આયોજન નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જેમાં દેશના નાણામંત્રી ઉપરાંત નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહે છે. નોર્થ બ્લોકમાં આ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરંપરા ખૂબ જ સારી રીતે યોજવામાં આવે છે. પ્રક્રિયા ખૂબ જ ગોપનીય હોય છે
બજેટ બનાવવાની પ્રક્રિયા અત્યંત ગોપનીય છે. આ પ્રક્રિયાની જટિલતાને કારણે, હલવા સેરેમનીનું આયોજન માત્ર હળવો માહોલ બનાવવા માટે કરવામાં આવે છે. બજેટની તૈયારીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ 1 ફેબ્રુઆરી સુધી સમગ્ર દુનિયાથી દૂર રહેશે. માત્ર નાણામંત્રી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી હોય છે.