વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદીય કમિટી (JPC) આજે દિલ્હીમાં તેની બેઠક યોજશે. બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ, જે બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. આ બેઠક સંસદ ભવન એનેક્સીના મુખ્ય સમિતિ રૂમમાં યોજાશે, જ્યાં JPC સભ્યો મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમા, જમ્મુ અને કાશ્મીરના મૌલવી મીરવાઈઝ ઉમર ફારૂકના મંતવ્યો અથવા સૂચનો સાંભળશે. બપોરે 2 વાગ્યાથી, JPC સભ્યો વકફ (સુધારા બિલ) 2024 પર ‘લૉયર્સ ફોર જસ્ટિસ’ના સૂચનો પણ સાંભળશે. આ બેઠક અગાઉ 27 જાન્યુઆરીએ યોજાવાની હતી. લખનૌમાં આયોજિત બેઠક બાદ પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું કે જેપીસીની છેલ્લી બેઠક 24 જાન્યુઆરીએ યોજાશે. આ પછી 31 જાન્યુઆરીએ યોજાનારા બજેટ સત્ર દરમિયાન સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પાલે કહ્યું- છેલ્લા 6 મહિનામાં અમે દિલ્હીમાં 34 બેઠક કરી છે. જેપીસીની તમામ ચર્ચાઓ સારા વાતાવરણમાં થઈ છે. મને આશા છે કે લોકોને અમારા રિપોર્ટથી ફાયદો થશે. વિપક્ષની માંગ – બેઠક મુલતવી રાખવામાં આવે વિપક્ષ વતી, લોકસભામાં ડીએમકેના એ રાજાએ 24 અને 25 જાન્યુઆરીની બેઠક સ્થગિત કરવાની માંગ કરી છે. જગદંબિકા પાલને લખેલા પત્રમાં રાજાએ કહ્યું, “એ કહેવાની જરૂર નથી કે પટના, કોલકાતા અને લખનૌની જેપીસીની મુલાકાતો 21 જાન્યુઆરીએ જ પૂર્ણ થઈ હતી. ગજબની વાત એ છે કે આગામી જેપીસીની બેઠક તારીખોની જાહેરાત કર્યા વિના જ ઉતાવળમાં યોજાઈ હતી. જ્યારે જેપીસી પહેલેથી જ પ્રવાસ પર હતી.” શિયાળુ સત્રમાં કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો વક્ફ (સુધારા) બિલ પર સંયુક્ત સંસદીય કમિટી બજેટ સત્ર દરમિયાન તેનો અહેવાલ રજૂ કરવાની છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. વકફ મિલકતોને રેગ્યુલરાઈઝ કરવા માટે ઘડવામાં આવેલ વકફ એક્ટ 1995ની ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને અતિક્રમણ જેવા મુદ્દાઓ માટે ટીકા કરવામાં આવી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. વકફ (સુધારા) બિલ 2024નો ઉદ્દેશ્ય ડિજીટલાઇઝેશન, સારુ ઓડિટ, વધુ સારી પારદર્શિતા અને ગેરકાયદેસર રીતે કબજે કરેલી મિલકતોને પાછી લેવા સહિતની કાયદાકીય વ્યવસ્થામાં સુધારા લાવીને આ પડકારોને ઉકેલવાનો છે.