દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. આજે વિજેતાઓના નામની જાહેરાત પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે, એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. પદ્મ પુરસ્કાર કોને મળે છે? પદ્મ પુરસ્કારો કલા, સમાજ સેવા, જાહેર કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં આપવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને પદ્મશ્રી વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારોનો ઇતિહાસ શું છે? વર્ષ 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. અગાઉ, પદ્મ વિભૂષણ પુરસ્કારોને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવતા હતા. જેમાં પ્રથમ વર્ગ, બીજો વર્ગ અને ત્રીજા વર્ગનો સમાવેશ થતો હતો. જે પછી, 8 જાન્યુઆરી 1955માં એક નોટિફિકેશન બહાર પાડી આ શ્રેણીઓના નામ બદલી નાખવામાં આવ્યા હતા. જે પછી આ શ્રેણીઓનું નામ બદલીને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી રાખવામાં આવ્યું હતું. કોણ છે પદ્મ પુરસ્કારો માટે હકદાર? કોઈપણ વ્યક્તિ પદ્મ પુરસ્કારો માટે પાત્ર હોઈ શકે છે, જો કે, સરકારી કર્મચારીઓ જ્યાં સુધી પદ પર હોય ત્યાં સુધી આ પુરસ્કારો માટે પાત્ર નથી. જોકે, ડોકટરો અને વૈજ્ઞાનિકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. પદ્મ પુરસ્કારોથી સન્માનિત લોકોને શું મળે છે? પદ્મ પુરસ્કારો માટે પસંદગી કેવી રીતે થાય છે? પદ્મ પુરસ્કારોની જાહેરાત ક્યારે થાય છે? દર વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જોકે, 1978, 1979 અને 1993થી 1997 સુધી કેટલાક કારણોસર પ્રજાસત્તાક દિવસના અવસર પર તેની જાહેરાત કરવામાં આવી ન હતી.