અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટસ વિરુદ્ધ અભિયાનની સૌથી વધુ ચિંતા મેક્સિકોમાં છે. જ્યાંની સરકારે અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે ડોનાલ્ડ ટ્રમ્પના પગલાને એકતરફી ગણાવ્યું છે. તેમજ કહ્યું કે મેક્સિકોએ તૈયાર રહેવું પડશે કેમ કે ગેરકાયદે પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા મેક્સિકોની છે. ટ્રમ્પના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવાની સાથે જ મેક્સિકોની સરકારે ‘મેક્સિકો એમ્બ્રેસ યુ’ નામના અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા મેક્સિકન નાગરિકોને પરત લાવવાનો છે. જે અંતર્ગત મેક્સિકોએ અમેરિકાની બોર્ડર પર 9 રિસેપ્શન સેન્ટર પણ ખોલ્યા છે. એટલું જ નહીં સરકાર પાસે દેશનિકાલ કરાયેલા લોકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે 100 બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઘર સુધી પહોંચવા માટે રૂ. 9 હજાર રૂપિયાનું કેશ કાર્ડ મળશે. મેક્સિકોના મંત્રી રોસા ઈસેલા રોડ્રિગેઝે કહ્યું કે અમે નાગરિકોના સ્વાગત માટે તૈયાર છીએ. તેમજ અમે મેક્સિક કંપનીઓ સાથે તેમના રોજગારી માટે પણ ચર્ચા કરી રહ્યા છીએ. કેનેડામાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ બાદ અમેરિકામાં કેનાડાથી આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી ગઈ છે. મેક્સિકો એમ્બ્રેસ યુ: સ્ટેડિયમોમાં પ્રવાસી કેમ્પ બનાવવામાં આવી રહ્યા છે
મેક્સિકો ઈમરજન્સીની જેમ કામ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શિનબામે સંકેત આપ્યો છે કે તેઓ વિદેશી નાગરિકોને અસ્થાયી રીતે સ્વીકાર કરી શકે છે. સ્ટેડિયમમાં ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. પાર્કિગ સ્થળ અને રસોઈની જવાબદારી સુરક્ષાદળોની રહેશે. દેશની રેફ્યુજી કેમ્પની ક્ષમતાને 1300થી વધારીને 3 હજાર કરવામાં આવી રહી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના દાંપત્યજીવનમાં ઊથલપાથલ- રિપોર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ભલે હસતા ચહેરમાં જોવા મળી હોય. પરંતુ એક મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે દંપતીના એકદમ નજીકના લોકોનું માનવું છે કે બંને વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું નથી. આ ઉપરાંત 9 જાન્યુઆરીએ પણ દંપતી પૂર્વ રાષ્ટ્રપતિ કાર્ટરના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા ત્યારે પણ આ જોવા મળ્યું હતું. સરકારમાં મસ્કની ભાગીદારીને 70 ટકા લોકો પસંદ કરતા નથી: સરવે
અમેરિકાના ઘણા લોકો માને છે કે સરકાર અકુશળતા, ભ્રષ્ટાચાર અને નોકરશાહીથી ગ્રસ્ત છે પરંતુ તેઓ આશ્વસ્ત નથી કે અબજપતિ એલોન મસ્ક તેનાથી નિપટવા માટે યોગ્ય છે કે નહીં. એપી-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેયર્સ રિસર્ચના સર્વે પ્રમાણે માત્ર 30 ટકા યુવા લોકો જ સરકારી કાર્યક્ષમતા વિભાગને મંજૂરી આપે છે. જ્યારે 70 ટકા લોકો મસ્કની ભાગીદારીને પંસદ કરતા નથી.