back to top
Homeગુજરાતપાટડીના શિક્ષકે જીવન ટુંકાવ્યું:પત્નીના ત્રાસથી કંટાળી રેલવે ટ્રેક પર આપઘાત કર્યો, બે...

પાટડીના શિક્ષકે જીવન ટુંકાવ્યું:પત્નીના ત્રાસથી કંટાળી રેલવે ટ્રેક પર આપઘાત કર્યો, બે દિવસમાં જિલ્લામાં બીજો બનાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકોના આપઘાતની ચકચારી ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. પાટડીની શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મનોજ પરમારે બજાણાના પીપળી રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. મનોજ પરમાર પાટડી તાલુકાના વડગામના વતની હતા અને હાલમાં પાટડી-બજાણા રોડ પર રુદ્રાક્ષ સોસાયટીમાં રહેતા હતા. તેમની તાજેતરમાં જ ઓડું પ્રાથમિક શાળામાંથી પાટડીની શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની પત્ની ઘણા સમયથી ઘર છોડીને જતી રહી હતી, જેના કારણે તેઓ માનસિક તણાવમાં હતા. આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે બની છે કે માત્ર 24 કલાકની અંદર જિલ્લામાં બીજો આપઘાત નોંધાયો છે. આ અગાઉ પાટડીના ઉપરીયાળા ગામના એક શિક્ષકે કડી નર્મદા કેનાલમાં આપઘાત કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પરિવારને જાણ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ગહેરી અસર ઊભી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments