back to top
Homeગુજરાતરાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા:પડધરી નજીક સોસાયટીમાં બે મહિનાથી રહેતા હતા, કોલકાતાથી...

રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા:પડધરી નજીક સોસાયટીમાં બે મહિનાથી રહેતા હતા, કોલકાતાથી વાયા અમદાવાદ રાજકોટ આવ્યા હતા

પ્રજાસતક પર્વના એક દિવસ પૂર્વે રાજકોટ ગ્રામ્ય SOGએ બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડ્યા છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રંગપર ગામના પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા બે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ બન્ને શખ્સોની પુછપરછ કરી ક્યાં કારણોસર કેવી રીતે ક્યાં ઈરાદાથી અહીં આવ્યા છે તે અંગે પુછપરછ હાથ ધરી તેના પર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને બાંગ્લાદેશી શખ્સો કોઈ પણ પ્રકારના આધારપુરાવા વગર ભારતમાં ગુજરાતની અંદર ઘુસી રાજકોટ જિલ્લામાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રંગપર ગામના પાટીયા પાસે સોસાયટીમાં રહેતા હતા
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આગામી તારીખ 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવાર પૂર્વે આમ નાગરીકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે તેના માટે રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરીથી રહેતાં અન્ય દેશોના નાગરીકો બાબતે તપાસ કરવા સૂચના આપવામાં આવતા રાજકોટ રૂરલ એસઓજી ટિમ સાથે પેટ્રોલીગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે રંગપર ગામના પાટીયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નંબર 3માં તપાસ કરતા 2 બાંગ્લાદેશી શખ્સો મળી આવ્યા હતા જેની અટકાયત કરી પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પોલીસે બન્ને શખ્સોની પુછપરછ કરતા તેનું નામ સોહિલહુસેન યાકુબઅલી (ઉ.વ.30) મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) અને રીપોનહુસેન અમીરૂલ ઇસ્લામ (ઉ.વ.28) મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) હોવાનું જણાવ્યું હતું. તેઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરિક તરીકેનો આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતાં નજર કેદ કરવામાં આવેલ છે. બાંગ્લાદેશની બોમરા બોર્ડર પરથી ભારતમાં ઘૂસ્યા હતા
આ ઉપરાંત પોલીસ તપાસમાં બન્ને શખ્સો બાંગ્લાદેશની બોમરા બોર્ડર અને ભારતના બોંગા બોર્ડર જંગલ વિસ્તાર મારફત કલકતા પહોંચી ત્યાંથી હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફત અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ પહોંચ્યા હતા. તેઓ છેલ્લા બે મહિનાથી રાજકોટ આવી પડધરી તાલુકામાં રંગપર પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે હાલ બન્ને શખ્સો મજૂરી કામ અર્થે આવ્યાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા છે જેથી તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ તેમના કોઈ પરિચિત પણ અહીંયા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાની કબૂલાત આપી રહ્યા છે માટે તે કોણ છે અને તે ક્યાંના રહેવાસી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે હાલ બન્ને શખ્સો કોઇ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ તેમજ તેઓ કયા હેતુથી ઘુસણખોરી કરેલ છે તે અને કેટલા સમયથી અહીંયા રહે છે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments