back to top
Homeગુજરાતલોકોને લાંબા વેઈટિંગ ટાઈમમાંથી રાહત મળશે:શહેરના 18 મીટરથી મોટા રોડ પરના 400...

લોકોને લાંબા વેઈટિંગ ટાઈમમાંથી રાહત મળશે:શહેરના 18 મીટરથી મોટા રોડ પરના 400 ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે

શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને સરળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (એટીસીએસ) સિસ્ટમ લાગુ કરાશે. નવી સિસ્ટમથી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો એકબીજા સાથે જોડાશે. ધારો કે, કોઇ સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહન આવતા હશે તો તેના આગળના ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુના રોડ વધારે સમય સુધી ચાલુ રહેશે. જેથી લોકોનો સમય બચશે અને લાંબા ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે. 18 મીટરથી મોટા રોડ પરના 400 ટ્રાફિક સિગ્નલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જોડાશે.
ગયા વર્ષના બજેટમાં તેની જાહેરાત કરાઇ હતી. હવે તેના પર કામગીરી શરૂ કરાઇ છે. ટૂંક સમયમાં ટેક્નો કંપની પાસે સરવે કરાવાશે. જેમાં હાલમાં કેટલા સિગ્નલો પર કેમેરા કામ કરી રહ્યાં છે, ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક, કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા, ઉપરાંત વધારે વાહનો જ્યાંથી પસાર થાય છે તેવા જંક્શનો પર કેમેરાની સંખ્યા વધારાશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાલમા કોર્પોરેશન દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વિવિધ પગલા લેવાઇ રહ્યાં છે. ખાસ કરીને શહેરના ટ્રાફિક સિગ્નલોને રિડેવલપ કરાઇ રહ્યાં છે. જેમાં ફ્રી લેફ્ટ ટર્ન, ઝિબ્રા ક્રોસિંગની સ્થિતિ, રોડની સાઇડમાં નડતર બાંધકામ સહિતની બાબતોને દૂર કરીને સિગ્નલોને લોકોની સરળતા માટે તૈયાર કરાશે. વિવિધ સ્થળો પર પાર્કિંગની સુવિધા તૈયાર કરાઈ રહી છે. એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (એટીસીએસ)ને ગૂગલ મેપ જેવી ઓનલાઇન સુવિધાથી પણ જોડાશે. જેથી સિસ્ટમ રિયલ ટાઇમ ડેટાના આધારે ટ્રાફિક નિયમન કરી શકે. આ માટે મ્યુનિ. કંપનીઓ સાથે વિષેશ કરાર પણ કરશે. જેથી લોકોને કોઇપણ સ્થળે પાર્કિંગની સુવિધા મળે અને લોકોને અડચણ થાય તેવી રીતે લોકો પોતાના વાહનો પાર્ક ન કરે. ભવિષ્યની સમસ્યાને ધ્યાનમાં રાખીને એઆઇ ટેકનોલોજીના ઉપોગથી ટ્રાફિકની સમસ્યા હળવી કરાશે. સિસ્ટમ આ રીતે સમજો | કોઈ ચાર રસ્તા પર વધુ ટ્રાફિક હશે તો કંટ્રોલ રૂમને માહિતી મળશે કોઇ એક સર્કલથી વધારે સંખ્યામાં વાહનો આવશે તો તે સર્કલ કંટ્રોલ રૂમને માહિતી આપશે અને ટ્રાફિકની માહિતી આપશે. કંટ્રોલરૂમની સિસ્ટમ તે ડેટાનું એનાલિસિસ કરશે. કંટ્રોલ રૂમના ડેટાને આધારે સિસ્ટમ એનાલિસિસ કરી આગળના સર્કલને માહિતી આપશે કે ક્યા રોડ પરથી ટ્રાફિકનો ફ્લો વધી રહ્યો છે. બે ટ્રાફિક સિગ્નલના ડેટા તમામ સિગ્નલને લાગુ પડશે. જેથી જે તરફ ટ્રાફિક ફ્લો વધશે તે તરફના સિગ્નલ પોતાનો સમય રિયલ ટાઇમ નક્કી કરીને કામગીરી થશે. આ માટે ગુગલ મેપ જેવી એપ્લિકેશનનું પણ એનાલિસિસ થશે. મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં ગ્રીન કોરિડોર બનાવવા માટે સરળતા રહેશે. હાલમાં કોઇ ટ્રાફિકસ સિગ્નલનો કોઇ સેન્ટ્રાલાઇઝ કંટ્રોલરૂમ નથી. જેથી ગ્રીન કોરિડોર બનાવવા માટે ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ નક્કી કરેલા રૂટને કંટ્રોલ રૂમમાંથી ગ્રીન કોરીડોર બનાવાશે. આ ઉપરાંત કોઇ રોડ પર એક્સિડન્ટને કારણે રોડ બંધ થયો હશે તો ઓટોમેટિક તે જગ્યાના આગળ- પાછળના સિગ્નલ ટ્રાફિક ડાઈવર્ટ કરી દેશે. જેથી ચોક્કસ રસ્તા પર ટ્રાફિક જામ થશે નહીં. એકંદરે નવી સિસ્ટમ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments