વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા PM મોદીએ પ્રબોઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા. બેઠક બાદ પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, “ભારતના પ્રથમ ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયા મુખ્ય અતિથિ દેશ હતો. આ આપણા માટે ખુબ ગર્વની વાત છે જ્યારે આપણે પ્રજાસત્તાકના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ઇન્ડોનેશિયા ફરી એક વખત આ ઐતિહાસિક અવસરનો ભાગ બન્યું છે. હું રાષ્ટ્રપતિ પ્રબોવોનું સ્વાગત કરું છું.” ટ્વિટર પર પોસ્ટ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. જયસ્વાલે તેને “એક્ટ ઈસ્ટ” નીતિના મહત્વના ભાગીદાર સાથે ભારતના સંબંધોમાં આગળનું પગલું ગણાવ્યું. અમારો સહયોગ વધુ મજબૂત બનશે- પીએમ
વડાપ્રધાને કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે અમે સંરક્ષણ ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. અમે દરિયાઈ, સાયબર સુરક્ષા, આતંકવાદ અને ઉગ્રવાદ સામે સહયોગ આપવા પર પણ ભાર મૂક્યો છે. આજે, દરિયાઈ સુરક્ષામાં જે સમજૂતી થઈ છે તે ગુનાઓને અટકાવવા અને ક્ષમતા નિર્માણમાં મજબૂતી આવશે. આ અમારા સહયોગને વધુ મજબૂત કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા દ્વિપક્ષીય વેપારને વેગ મળ્યો છે. ગયા વર્ષે આ વેપાર 30 અબજ ડોલરને પાર થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત રાષ્ટ્રપતિ પ્રબોવો શનિવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. પ્રબોવો અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને સંરક્ષણ અને વેપાર સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પ્રબોઓએ કહ્યું કે, ઈન્ડોનેશિયા ભારતને ખૂબ સારો મિત્ર માને છે. ભારત એ પ્રથમ દેશોમાંનો એક હતો, કદાચ પ્રથમ દેશ જેણે અમારી આઝાદીને માન્યતા આપી, આઝાદીની લડતમાં અમારો સાથ આપ્યો, ભારતે અમને જે મદદ કરી તે અમે ક્યારેય ભૂલીશું નહીં. રાષ્ટ્રપતિ પ્રબોવોએ ભારત સાથે ગાઢ સહયોગ અને ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધતા જણાવી છે. પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બનવાની ખુશી વ્યક્ત કરતાં પ્રબોઓએ કહ્યું કે તેઓ બમણું સન્માન અનુભવે છે. રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ આજે સવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે બાપુની સમાધિ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી અને સ્વાગત ડાયરીમાં તેમનો સંદેશ પણ લખ્યો હતો. સુબિયામતોની સાથે વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા પણ હતા. —————————— ઈન્ડોનેશિયા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયા બ્રિક્સનો 10મો સભ્ય બન્યો: બ્રાઝિલની જાહેરાત; એક વર્ષ પછી પણ સાઉદી અરેબિયાનો સમાવેશ થયો નથી વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા બ્રિક્સનો કાયમી સભ્ય બની ગયો છે. બ્રાઝિલ, જે 2025માં BRICS ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, તેણે તેની સત્તાવાર જાહેરાત કરી. જવાબમાં ઈન્ડોનેશિયાની સરકારે આ નિર્ણયને આવકાર્યો હતો.