આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે. સાંજે પાંચ વાગ્યે કલાકારોનું પર્ફોમન્સ શરૂ થવાનું છે ત્યારે અત્યારથી જ સ્ટેડિયમ તરફ મ્યુઝિક લવર્સનો પ્રવાહ આવવા લાગ્યો છે. શનિવારની માફક આજે પણ મેટ્રોમાં ભીડ જોવા મળી રહી છે. બીજા દિવસે પણ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં મ્યુઝિક લવર્સ કોન્સર્ટ માણવા અમદાવાદ આવી પહોંચ્યા છે. કોન્સર્ટમાં આવેલી યુવતીઓમાં ગ્લીટર લગાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ બહાર ગ્લીટર લગાવવા પડાપડી જોવા મળી રહી છે. વર્લ્ડ પોપ્યુલર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની ટિકિટ તો 2500થી 25000 સુધીની છે. પરંતુ તેની સાથે 2 દિવસના મ્યુઝિક ફેસ્ટમાં જો તમને ભૂખ લાગી અને પિઝા, સેન્ડવીચ સાથે કોફી પીવાનું મન થયું તો તેનું 1500 રૂપિયા જેવું તો બિલ પાક્કું સમજો.કોન્સર્ટ દરમિયાન લોકો પોતાની જગ્યા પરથી અલગ અલગ સ્ટોલ પર જઈ શકે છે.આ ઉપરાંત ફૂડ કોર્ટના કેટલાક માણસો પર જગ્યા પર આવીને સર્વ કરે છે. આઈસ્ક્રીમ, પોપકોર્ન અને કોલ્ડડ્રિંક જેવી વસ્તુઓ પણ સતત લોકોને જગ્યા પર આપવામાં આવે છે. જેના 200થી 400 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.ઇન્ટરનેશનલ કોલ્ડ પ્લે મ્યુઝિક કોન્સર્ટમાં ટિકિટના ભાવ પણ ઈન્ટરનેશનલ છે, ત્યારે ફૂડ કોર્ટમાં પણ ફૂડના ભાવ ઇન્ટરનેશનલ છે. મોમોઝ હોય કે સેન્ડવિચ બધા 300થી 400 રૂપિયાથી વધારે છે. જો તમારે મ્યુઝિક સાથે સ્વાદનો ચટાકો લેવો હોય તો ચાલો જાણીએ કોલ્ડપ્લે કોન્સર્ટમાં કયું ફૂડ કેટલામાં મળે છે. શનિવારે બ્રિટિશ બેન્ડના કલાકારો પ્રેક્ષકોને ડોલાવ્યા
આ દરમિયાન કોલ્ડપ્લેની ટીમ સ્ટેજ પર પહોંચતા જ કોલ્ડ પ્લે…કોલ્ડ પ્લે…ની બૂમો પડી હતી. બ્રિટિશ બેન્ડના કલાકારો પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. આ દરમિયાન લોકોએ પહેરેલા રિસ્ટ બેન્ડમાં અલગ અલગ લાઇટ શરૂ થઈ હતી. સ્ટેડિમની લાઈટો બંધ થતાં જ તમામના હાથમાં લગાવેલા બેન્ડની લાઈટથી ઝગમગી ઉઠતાં અદભુત નજારો જોવા મળ્યો હતો. કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને હિન્દીમાં કહ્યું હતું કે, અમદાવાદ ઇઝ બેસ્ટ સિટી. તેમજ ક્રિસ માર્ટિને આગળ ઉભેલા લોકોમાંથી સિદ્ધાર્થ અને સાક્ષી નામના યુવક-યુવતીને સ્ટેજ પર બોલાવી વાતચીત કરી. ત્યાર બાદ બંન્નેને બાજુમાં બેસાડી પિયાનો વગાડવાનું શરૂ કર્યું હતું. વિગતવાર સમાચાર માટે ક્લિક કરો…. 5 કલાકનો કોલ્ડપ્લે કોન્સર્ટ પૂર્ણ, મસ્તી-મ્યુઝિક સાથે લોકો ઝૂમ્યા:ક્રિસ માર્ટિને કહ્યું-અમદાવાદ ઇઝ ધ બેસ્ટ સિટી, એક્ટ્રેસ પૂજા જોશીને મજા પડી ગઈ તો એક યુવતી પાંચવાર રડી Topics: Coldplay