મૂળ નખશિખ ગુજરાતી અને વિદેશમાં રહીને પણ સનાતન ધર્મની આહલેક જગાવી રાખનારા યોગી પટેલ પ્રયાગરાજ કુંભમાં પહોંચ્યા. ટ્રમ્પ સરકારની શપથ વચ્ચે તેમના જ પાર્ટીના અને ગુજરાતીઓ માટે ગર્વથી મસ્તક ઊંચું કરનારા યોગી પટેલ બે-અઢી દાયકાથી અમેરિકાના લોસ એન્જલસ ખાતે રહે છે. વિવિધ ધંધાકીય પ્રવૃત્તિ સાથે સમાજની અને તેમાં પણ ભારતીયોની મદદ માટે હંમેશા તત્પર રહેતા યોગી પટેલ એટલે જ તમામ પ્રાયોરિટીને બાજુએ મૂકી 144 વર્ષે આવેલા કુંભના શાહી સ્નાન અને સંધ્યા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા. ભારતીયોને નુકસાન નહીં થાયઃ યોગી પટેલ
યોગી પટેલે જણાવ્યું કે, અમેરિકામાં ભારતીયો સુરક્ષિત છે. કોઇ પણ નવી સરકાર આવે ત્યારે સ્વભાવિકપણે પ્લસ માઇનસ રહેતું હોય છે પણ આ બધાથી ઉપર ભારતીયોને નુકસાન થવાનો કોઇ સવાલ જ નથી. ભારતીયો સિસ્ટમમાં રહે છે અને ખોટું બહુ ઓછું કરતા હોય છે એટલે સરકાર કોઇ પણ રહે ભારતીયો સુરક્ષિત રહેશે. ભવિષ્યમાં ઘણું બધું સારૂં થશેઃ યોગી પટેલ
યોગી પટેલને તેમની રાજકીય કારકિર્દીમાં એક મહત્વની તક મળી હોવાની માહિતી પર તેમણે જણાવ્યું કે, ઘણું બધું સારું થશે પણ હમણાં ઘણી વસ્તુઓ પર પ્રકાશ પાડવો વહેલો થઇ જશે. રાહ જુઓ, ભારતીયો માટે પહેલાં પણ અમેરિકામાં સોનાનો સૂરજ હતો, આગળ એનો પ્રકાશ તેમના જીવનમાં સોનેરી સપનાઓને જલ્દીથી ઝગમગાવી મુકશે.