થરાદ-સાંચોર હાઈવે પર આજરોજ પ્રજાસત્તાકના દિવસે બે અકસ્માત થયા હતા. આ બે અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. પ્રથમ અકસ્માત પીલુડા નજીક બન્યો, જ્યાં એક ટ્રક ચાલકે રાહદારીને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.બીજા અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતાં રોડ પર ચીકાશ યુક્ત કેમિકલ રેલાઈ ગયું હતું. આ કેમિકલના કારણે રોડ લપસણો બની ગયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા બે યુવકોની મોટરસાઈકલ સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા. બે અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત
થરાદના મિયાલ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી જતાં હાઈવે પર ચીકાશ યુક્ત કેમિકલ ફેલાઈ ગયું હતું. આ કેમિકલને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની હતી. અનેક મોટરસાયકલ અને સ્કૂટર સ્લિપ થઈ જતાં તેમના ચાલકો રોડ પર પટકાયા હતા. વધુમાં, ફોર વ્હીલર વાહનોને બ્રેક લગાવવામાં મુશ્કેલી પડતાં ત્રણથી વધુ ગાડીઓ વચ્ચે ચેઈન અકસ્માત સર્જાયો હતો. કેમિકલના કારણે વાહન ચાલકોને હાલાકી પડી
આ કેમિકલને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં આકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બે લોકોના મોત થયા છે. આ લોકોને ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. કેમિકલના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો
અકસ્માતની ગંભીરતાને જોતાં સ્થાનિક વાહનચાલકો અકસ્માત સ્થળેથી પસાર થતાં ભયભીત થઈ રહ્યા હતા. બીજી દુર્ઘટના બાદ ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોએ હાઇવે પર સુરક્ષાના પગલાં વધારવાની માગ કરી
પોલીસે હાઇવે પરના ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર થયેલા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ હાઇવે પર વાહન ચાલકોની બેદરકારી અને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક લોકોએ હાઇવે પર સુરક્ષાના પગલાં વધારવાની માગ કરી છે. લોકોને જાગૃત કરવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
ઉલ્લેખનીય છે કે લોકોને જાગૃત કરવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં લખ્યું છે કે ખોડા પાટિયા થી થરાદ બાજુ ચાલતા મોટરસાયકલ તેમજ ગાડીવાળાઓ માટે મિયાલ સુધી કોઈક ગાડી માંથી કેમિકલ ઢોળાનું છે તો આપણા એના વાહન ચાલકોએ ખાસ સાવચેત રહેવું કે ધીમું ચાલવું. રોડ 20 બાઈક જેવા સ્લીપ થયા છે અને કેટલીક ટ્રકો પણ સ્લીપ થઈ છે રોડથી નીચે ઉતરી છે તો કામ ન હોય તો જવું નહીં તે બાજુ સાવચેત પૂર્વક ચાલવું.