સંઘ પ્રદેશ દમણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગ્ય આમંત્રણ ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરેડ શરૂ થાય તે પહેલાં જ સાંસદે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાંસદ નારાજ થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા
સાંસદની નારાજગી જોતાં કલેક્ટર અને પ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું કે વારંવાર તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં સ્ટેજ પર ખુરશી મૂકવામાં આવી હોવા છતાં સાંસદ નારાજ થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરની ટીમે દમણ કલેક્ટર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન ન ઉપાડતા કોઈ સ્પષ્ટતા મળી શકી ન હતી. સાંસદે જાહેરમાં તેમની સાથે થતા અપમાન બદલ પ્રશ્નો ઉઠાવ્યા
સંઘ પ્રદેશ દમણ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજર રહેવા માટે દમણ સાંસદ ઉમેશ પટેલને આમંત્રણ ન આપવામાં આવતા ઉમેશ પટેલે ચાલુ કાર્યક્રમમાં નારાજગી વ્યક્ત કરી હતી. સંઘ પ્રદેશ દમણના કલેક્ટર સહિત અધિકારી દ્વારા થતી તેમની ઉપેક્ષા બાદલ તને પ્રશ્નો પૂછ્યા હતા. સંઘ પ્રદેશના મુક્તિ દિવસના કાર્યક્રમમાં પણ સાંસદ ઉમેશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેકટરની સ્પીચ પહેલા ઉમેશ પટેલે કલેક્ટરને 76મા પ્રજાસત્તાક પર્વ માટે પ્રજાને 2 મિનિટ સંબોધન કરવા દેવા રજુઆત કરી હતી. અને સરકારી કાર્યક્રમમાં શા માટે સાંસદ તરીકે બોલાવવામાં નથી આવતા વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. વહીવટી તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા ઉમેશ પટેલ કાર્યક્રમનો બહિષ્કાર કરી જતા રહ્યા હતા. આ સાથે જાહેરમાં તેમની સાથે થતા અપમાન બદલ પ્રશ્નો ઉઠાવ્યા હતા. 19 ડિસેમ્બરે પણ મને આમંત્રણ નહોતું આપ્યું: સાંસદ ઉમેશ પટેલ
આ અંગે દમણ સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું કે, 76માં ગણતંત્ર દિવસે મને દમણના સંસાદ તરીકે પ્રશાસન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું. અગાઉ પણ 19 ડિસેમ્બરે દમણના મુક્તિ દિવસે પણ સાંસદ તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેથી આજે હું કાર્યક્રમમાં ગયો હતો અને મારા જે પ્રશ્નો હતા તે કલેક્ટરને જણાવ્યા હતા. કલેક્ટર પાસેથી પ્રજાને સંબોધન કરવા 2 મિનિટ માંગી હતી. કલેક્ટરે ના પાડી દેતા દમણના જન પ્રતિનિધિ તરીકે મારુ અપમાન થતું જોઈ આગળના કાર્યક્રમનો વિરોધ કરી સ્થળ છોડી આવતો રહ્યો હતો. આગામી દિવસોમાં પાર્લામેન્ટમાં આ પ્રશ્ન ઉઠાવી અને આમ દોષિત જે પણ હશે તેમને સજા અપાવ્યા વિના જંપીને બેસીસ નહીં તેની ખાતરી આપુ છું. કોણ છે ઉમેશ પટેલ
47 વર્ષીય ઉમેશ પટેલ 2019માં પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. જોકે, 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમણે બાજી મારી હતી અને 46.02 ટકા મતો મેળવીને ભાજપના ઉમેદવારને 6225 મતોથી હરાવ્યા હતા. ઉમેશ પટેલને 42523 મતો મળ્યા હતા. ઉમેશ પટેલ નાની દમણ વિસ્તારમાં તેઓ સ્વખર્ચે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ચલાવે છે. જેમાં ધોરણ એકથી દસના બાળકોને હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. તેઓ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અને દમણ યૂથ ઍક્શન ફૉર્સ નામે એનજીઓ પણ ચલાવે છે. ભૂતકાળમાં ઉમેષ પટેલની શાળામાં ક્લર્ક તરીકે કામ કરતાં વ્યક્તિના આત્મહત્યા કેસમાં ગુનેગારને સાથ આપવાના આરોપસર તેમની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન મળ્યા હતા. આ ઉપરાંત વિદ્યુત વિભાગના પ્રાઇવેટીકરણના વિરોધમાં પણ તેમણે લડત ચલાવી હતી અને જેલમાં જવું પડ્યું હતું.