આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તાપીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા.. દરિયાની અંદર તિરંગો લહેરાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી
દ્વારકામાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કરવામાં આવી.. દ્વારકામાં ડિસ્કવરી સ્કુબાની ટીમે દરિયાની અંદર તિરંગો લહેરાવ્યો. સાથે જ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર ઉપર પણ તિરંગા ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું. સુપર સ્ટાર આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા….પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે ગુજરાતમાં છે.. ત્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આમિર ખાને પણ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં હાજરી આપી.. કોલ્ડ પ્લે કોન્સર્ટનો આજે બીજો દિવસ અમદાવાદમાં આજે કોલ્ડ પ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે.. કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ:સ્ટેડિયમ બહાર ગ્લીટર લગાવવા યુવતીઓએ પડાપડી…અંતિમ કલાકમાં પણ ટિકિટ ખરીદવા માટે મ્યુઝિક લવર્સે તૈયારી દર્શાવી જૂની દાઝ રાખી બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો સુરતના અઠવા લાઈન્સમાં જૂની દાઝ રાખી લિસ્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ટક્કર મારી…પહેલા રાઉન્ડમાં ટક્કર ન લાગી તો યુ-ટર્ન લઈ ફરી આવ્યો ને ટક્કર મારી.. બુટલેગરને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા તો PSOને લાફો મારી દીધો.. ફટાકડાની ચિનગારીથી સર્કિટ હાઉસમાં આગ દ્વારકાના સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના થઈ….બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીની બગીચામાં આગ લાગી.. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.. 29મું રાજ્ય બનાવવા વસાવાસે કર્યું આહ્વાન ચૈતર વસાવાએ આજે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં મનુવાદી અને સામંતશાહી લોકોનું શાસન ચાલે છે.વધુમાં તેમણે કહ્યું કે 50% લોકો ભીલ રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિવાદ સર્જાયો દમણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિવાદ સર્જાયો…અપક્ષ સાંસદ ઉમેષ પટેલે પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગ્ય આમંત્રણ ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરેડ શરૂ થાય તે પહેલાં જ સાંસદે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી નીકળી ગયા.. બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં યુવકની હત્યા કરી મહેસાણામાં બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં યુવકની હત્યા કરી. ભાઈએ જ છરીના ઘા મારી લાશને કેનાલમાં ફેંકી હતી.. મોઢેરા પાસેથી પસાર થતી કેનાલમાંથી પાંચ દિવસ પહેલા લાશ મળી હતી.. પોલીસે આરોપીની ધરપકડ કરી.. રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંકં ઠંડીનો માહોલ ગુજરાતમાં ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડીનો માહોલ..ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં ગરમીનો અનુભવ થવા લાગ્યો..સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું…