back to top
Homeગુજરાતરાજકોટમાં ઈન્ડિયા-ઈંગ્લેન્ડના ક્રિકેટર્સનું ગ્રાન્ડ વેલકમ:ઢોલના તાલે ગરબા સાથે કાઠિયાવાડી ઠાઠથી આવકાર, અર્શદીપ...

રાજકોટમાં ઈન્ડિયા-ઈંગ્લેન્ડના ક્રિકેટર્સનું ગ્રાન્ડ વેલકમ:ઢોલના તાલે ગરબા સાથે કાઠિયાવાડી ઠાઠથી આવકાર, અર્શદીપ પણ ગરબા રમ્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 સીરીઝનો ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાશે, જેને લઇ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. રવિવારે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થતા કાલાવડ રોડ પર સૈયાજી હોટલ ખાતે ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરી બુકે આપી હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓનું રેડ કાર્પેટ પર કાઠિયાવાડી ઠાઠમાં સ્વાગત કરાયું
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ટી-20 સીરીઝની ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે, જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેચના બે દિવસ પહેલા એટલે કે 26 જાન્યુઆરીને રવિવારના રોજ બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાણ કરવાની છે જયારે ઇંગ્લેન્ડ ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરી બુકે આપી હાર પહેરાવી કાઠિયાવાડી ઠાઠમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સયાજી હોટલ ખાતે કેપટન સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, સંજુ, અર્શદીપ, અક્ષર પટેલ સહીત તમામ ખેલાડીઓની સાથે સાથે ટીમના કોચ ગૌતમ ગંભીર, સિતાંશુ કોટક, અને સપોર્ટિંગ સ્ટાફનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવ્યા છે
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમની અંદર 100 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુઝી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ-અલગ ફોટોઝ મૂકવામાં આવી છે. સવારે નાસ્તામાં ગાંઠિયા, જલેબી, થેપલા પીરસાશે
તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પુલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચૂક્યા છે માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમાં પણ આ વખતે ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે જેમાં સવારે નાસ્તામાં ગાંઠિયા, જલેબી, થેપલા વગેરે વાનગીઓ આપવામાં આવશે જયારે બપોરે સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે દહીં તીખારી, વઘારેલો રોટલો, ખીચડી, કઢી, રોટલા, રોટલી પીરસવામાં આવશે. રસ્તા પર ટીમ ઇન્ડિયાના સ્વાગત સાથેના કટઆઉટસ જોવા મળ્યા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી સીરીઝની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં 3 ટેસ્ટ, 5 T-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી, જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ સીરીઝ પર કબજો મેળવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments