back to top
Homeગુજરાત'50% લોકો ભીલ રાજ્યની લડાઈ માટે તૈયાર':ચૈતર વસાવાએ કહ્યું- 40 કરોડ આદિવાસી...

‘50% લોકો ભીલ રાજ્યની લડાઈ માટે તૈયાર’:ચૈતર વસાવાએ કહ્યું- 40 કરોડ આદિવાસી બેહાલ, બેઘર અને બેબસ છે, દેશમાં મનુવાદી-સામંતશાહી લોકોનું શાસન ચાલે છે

આદિવાસી જનનેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકાના નાનીનાલ ગામના ફાટક પાસે લોક સંઘર્ષ મોર્ચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હાજર લોકો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, 40 કરોડ આદિવાસીઓ બેહાલ, બેઘર અને બેબસ છે. 50% લોકો ભીલ રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર છે. સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, દેશમાં મનુવાદી અને સામંતશાહી લોકોનું શાસન ચાલે છે. ‘50% લોકો ભીલ રાજ્યની લડાઈ માટે તૈયાર’
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાના કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે ત્યાં સુધી આપણે આપણી લડાઈ લડતા રહેવું પડશે. આદિવાસી લોકોના વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું 29મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. આ ચારેય રાજ્યના જેટલા પણ આદિવાસી લોકો છે, તેમાંથી 50% લોકો પોતાના ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને 29માં રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર થઈ ગયા છે. ‘આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે તે જરૂરી છે’
તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે ભીલપ્રદેશની લડાઈને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું હતું કે, ભીલપ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે, ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. દેશમાં તો મનુવાદી અને સામંતશાહી લોકોના શાસન ચાલે છે. વસાવાએ આદિવાસી સમાજના હક્કો માટે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે, આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે તે જરૂરી છે. ‘સરકારના વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી’
ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા ડેમના પાણીના વિતરણ અંગે પણ સરકારની નીતિ પર આક્ષેપ કરતાં કહ્યું કે, આજે નર્મદા ડેમનું પાણી મોટી-મોટી જીઆઈડીસીઓને આપવામાં આવે છે. કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે, 500 કિલોમીટર દૂર સુધી આપણું પાણી લઈ જવામાં આવે છે. પરંતુ, આ ડેમ માટે જે લોકોએ પોતાની જમીન ગુમાવી છે, તે લોકો માટે સરકારના વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી. ‘1.40 કરોડ આદિવાસીઓ બેહાલ, બેઘર અને બેબસ છે’
દેશમાં વિકાસના નામે સૌથી વધુ આદિવાસીઓને વિસ્થાપિત કરાયા. દેશમાં 1.40 કરોડ આદિવાસીઓ બેહાલ, બેઘર અને બેબસ છે. જંગલ ખાતું 1927માં બન્યું છે, જ્યારે આદિવાસીઓ તો હજારો વર્ષોથી અહીંયા રહે છે. આ વિસ્તારની બધી જમીન આદિવાસીઓની જ છે. જે દિવસે અમને હેરાન કરશો એ દિવસે આદિવાસી વિસ્તારોમાં જંગલ ખાતાને ઘુસવા નહિ દઈએ. દેશની આઝાદી માટે કેટલાએ આદિવાસીઓ શહીદ થયા છતાં ઇતિહાસમાં આદિવાસીઓને સ્થાન મળ્યું નથી. કોંગ્રેસના આક્ષેપનો પ્રભારી મંત્રીએ આપ્યો જવાબ
છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારે આજે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, મંત્રીએ જિલ્લાના ટ્રાઈબલ વિસ્તાર માટેના રૂ. 25 કરોડના આયોજનમાં મનસ્વી ફેરફારો કર્યા છે. કોંગ્રેસના આક્ષેપનો પ્રભારી મંત્રીએ આપ્યો જવાબ
જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ, મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર 3 કરોડના આયોજનમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે અને તે પણ સંબંધિત પદાધિકારીઓની મંજૂરી સાથે કરવામાં આવ્યો છે. તમામ ફેરફારો નિયમોનુસાર અને યોગ્ય પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર રાજકીય લાભ માટે ખોટા આરોપો કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments