અનામત માથાનો દુખાવો બની ગઈ છેઃ નૌકાબેન ભાભરમાં પ્રજાસતાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ વિવાદીત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, તુષ્ટિકરણની નિતીના કારણે અનામત હટાવી શક્યા નથી, આજે અનામત માથાનો દુ:ખાવો બની ગઈ છે. રવિવારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં જસપ્રિત બુમરાહ હાજર રહ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સતત બીજા દિવસે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાયો. રવિવારે પણ સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ગયુ હતુ. ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પણ કોન્સર્ટમાં પહોંચ્યો હતો. ક્રિસ માર્ટીને ‘વંદે માતરમ’ ગાઈ ફેન્સનું દિલ જીત્યું. બે દિવસમાં હજારો લોકોએ કોન્સર્ટની મજા માણી. રાદડીયા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા જામ કંડોરણમાં યોજાયેલા સમૂહલગ્નમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડે લેતા કહ્યું. આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારુ કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખે છે’ સુરતમાં ભવ્ય શાકોત્સવ યોજાયો, 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો સુરતમાં આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો. આ શાકોત્સવમાં બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા. જ્યારે 20 હજાર કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી બનાવાઈ હતી. શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. પુત્ર-ભત્રીજાને બચાવવા ગયેલો પિતા પણ ડૂબ્યો આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં નાવ પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા. માહિતી અનુસાર માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. પુત્ર-ભત્રીજાને બચાવવા ગયેલો પિતા પણ ડૂબ્યો હતો. ઘરકંકાસના કારણે પિતાએ દીકરીની હત્યા કરી તાપીના સોનગઢના કુંકડાડુંગરી ગામે પિતાએ પોતાની જ દોઢ વર્ષની દીકરીની હત્યા કરી નાખી. પિતાએ ઘરકંકાસના કારણે બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પ્રજાસત્તાક દિવસે બે અકસ્માત, ત્રણના મોત ગતરોજ થરાદ-સાંચોર હાઈવે પર બે અકસ્માતની ઘટનામાં 3ના મોત નિપજ્યા. ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત નિપજ્યું. જ્યારે રોડ પર કેમિકલ રેલાવાથી બાઈક સ્લીપ થતા બે લોકોના મોત થયા.