back to top
Homeભારતઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- મારો DNA ભારતનો છે:હું ભારતીય સંગીત સાંભળીને ઝુમવા લાગુ...

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- મારો DNA ભારતનો છે:હું ભારતીય સંગીત સાંભળીને ઝુમવા લાગુ છું, અમારી ભાષાનો મોટો ભાગ સંસ્કૃતમાંથી આવ્યો છે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે થોડા અઠવાડિયા પહેલા મેં મારો જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ અને DNA ટેસ્ટ કરાવ્યો હતો. આના પરથી મને ખબર પડી કે મારો DNA ભારતીય છે. પ્રબોવોએ કહ્યું કે બધા જાણે છે કે જ્યારે હું ભારતીય સંગીત સાંભળું છું ત્યારે હું ઝુમવા લાગુ છું. ભારત અને ઈન્ડોનેશિયાનો એક લાંબો અને પ્રાચીન ઈતિહાસ છે. આપણી પાસે સંસ્કૃતિના સંબંધો છે. આજે પણ અમારી ભાષાનો મોટો હિસ્સો સંસ્કૃતમાંથી આવે છે. પ્રબોવોએ કહ્યું- ઘણા ઇન્ડોનેશિયન નામો ખરેખરમાં સંસ્કૃત નામો છે અને આપણા રોજિંદા જીવનમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ખૂબ જ મજબૂત છે. મને લાગે છે કે તે આપણા આનુવંશિકતાનો પણ એક ભાગ છે. PM મોદીનું નેતૃત્વ આપણા માટે પ્રેરણારૂપ છે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ગરીબી નાબૂદીના સંદર્ભમાં ભારત પાસેથી શીખવા માંગે છે. તેમણે કહ્યું કે હું કોઈ પ્રોફેશનલ રાજનેતા નથી કે સારો રાજદ્વારી પણ નથી. મારા દિલમાં જે છે તે જ કહું છું. હું અહીં થોડા દિવસો માટે આવ્યો છું, પરંતુ મેં ઘણું શીખ્યું છે. પીએમ મોદીનું નેતૃત્વ, કાર્યક્રમો અને ગરીબી નાબૂદ કરવા, સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સૌથી વધુ નબળા વર્ગોને મદદ કરવા માટેની તમારી પ્રતિબદ્ધતા અમારા માટે પ્રેરણારૂપ છે. PMએ હૈદરાબાદ હાઉસમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી રહ્યા છે આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતના પ્રથમ ગણતંત્ર દિવસ પર ઈન્ડોનેશિયા મુખ્ય અતિથિ દેશ હતો. આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપણે પ્રજાસત્તાકના 75 વર્ષની ઉજવણી કરી છે, ઇન્ડોનેશિયા ફરી એકવાર આ ઐતિહાસિક અવસરનો ભાગ બન્યું છે. હું ભારતમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોનું સ્વાગત કરું છું. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કરાર રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત રાષ્ટ્રપતિ પ્રબોવો શનિવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. પ્રબોવો અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને સંરક્ષણ અને વેપાર સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. આ સમાચાર પણ વાંચો… PM મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોને મળ્યા: હૈદરાબાદ હાઉસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને હાથ મિલાવ્યા; રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા પીએમ મોદીએ પ્રબોઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments