back to top
Homeસ્પોર્ટ્સઉઝબેકિસ્તાની ચેસ પ્લેયરનું ભારતીય ગ્રાન્ડમાસ્ટર સાથે હેન્ડશેકનો ઇનકાર:વિવાદ પછી તેણે કહ્યું- ધાર્મિક...

ઉઝબેકિસ્તાની ચેસ પ્લેયરનું ભારતીય ગ્રાન્ડમાસ્ટર સાથે હેન્ડશેકનો ઇનકાર:વિવાદ પછી તેણે કહ્યું- ધાર્મિક કારણોસર મહિલાઓને નથી સ્પર્શતો; પછી માફી માંગી

ઉઝબેકિસ્તાનના ગ્રાન્ડમાસ્ટર નોદિરબેક યાકુબોવે ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટની મેચ પહેલા ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર વૈશાલી સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે વિવાદ વધતાં ઉઝબેકિસ્તાની ખેલાડીએ માફી માંગી હતી. તેણે કહ્યું, મેં તે ધાર્મિક કારણોસર કર્યું, તેનું અપમાન કરવાનો મારો ઈરાદો નહોતો. હકીકતમાં, આ સમગ્ર વિવાદ નેધરલેન્ડના વિજક આન ઝીમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડની મેચ દરમિયાન થયો હતો. 23 વર્ષના યાકુબોવ અને 23 વર્ષની વૈશાલી વચ્ચે મેચ શરૂ થવાની હતી. વૈશાલીએ યાકુબોવ તરફ હાથ લંબાવ્યો, પણ તેણે હાથ મિલાવવાની ના પાડી અને પોતાની સીટ પર બેસી ગયો. આ મેચ કયા દિવસે રમાઈ હતી? આ માહિતી બહાર આવી નથી. આ ઘટનાનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. યાકુબોવ આ મેચ હારી ગયો. ચેલેન્જર્સ કેટેગરીમાં આઠ રાઉન્ડ બાદ તેના ત્રણ પોઈન્ટ છે. યાકુબોવે સામાજિક પોસ્ટમાં સ્પષ્ટતા આપી
વીડિયો વાઇરલ થયા બાદ યાકુબોવે ‘X’ પર લાંબો પ્રતિભાવ પોસ્ટ કર્યો. તેણે કહ્યું, ‘તેને વૈશાલી અને તેના નાના ભાઈ આર પ્રજ્ઞાનંદ માટે પૂરો આદર છે, પરંતુ તે ધાર્મિક કારણોસર અન્ય મહિલાઓને સ્પર્શતો નથી. હું મહિલાઓ અને ભારતીય ચેસ ખેલાડીઓનું સન્માન કરું છું. હું દરેકને જણાવવા માંગુ છું કે, હું ધાર્મિક કારણોસર અન્ય મહિલાઓને સ્પર્શતો નથી.’ પ્રજ્ઞાનંદે ગુકેશ સાથે ડ્રો રમ્યો હતો
ટુર્નામેન્ટના 8મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનાનંદે વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ સાથે ડ્રો રમ્યો હતો. પ્રજ્ઞાનાનંદ એક સમયે સારી સ્થિતિમાં દેખાતો હતો, પરંતુ ગુકેશ સાવધાનીપૂર્વક રમ્યો. જ્યારે કોઈ સ્પષ્ટ પરિણામ જોવા મળ્યું ન હતું, ત્યારે બંને ખેલાડીઓ 33 ચાલ પછી ડ્રો માટે સંમત થયા હતા. આ ડ્રો બાદ પ્રજ્ઞાનાનંદા અને ગુકેશ બંને ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસાતોરોવ સાથે 5.5 પોઈન્ટથી આગળ છે. ઉઝબેકિસ્તાનના ખેલાડીએ સ્લોવેનિયાના વ્લાદિમીર ફેડોસીવ સાથે પોઈન્ટ શેર કર્યા. સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય ભારતીય ખેલાડીઓમાં ગ્રાન્ડમાસ્ટર પી હરિકૃષ્ણાએ નેધરલેન્ડના અનિશ ગિરી સાથે ડ્રો રમ્યો હતો. હરિકૃષ્ણના સંભવિત આઠમાંથી ચાર પોઈન્ટ છે. અર્જુન એરિગેસીએ સર્બિયાના એલેક્સી સરના સાથે ડ્રો રમ્યો હતો જ્યારે લિયોન લુક મેન્ડોન્કાએ નેધરલેન્ડના જોર્ડન વાન ફોરેસ્ટ સાથે ડ્રો રમ્યો હતો. અરિગાસી બે પોઈન્ટ સાથે મેન્ડોન્કાથી અડધો પોઈન્ટ પાછળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments