back to top
Homeગુજરાતઔડા 7 પ્લોટની હરાજી કરશે:જોધપુરમાં 86 કરોડના પ્લોટનો ચોમી દીઠ 2.73 લાખ...

ઔડા 7 પ્લોટની હરાજી કરશે:જોધપુરમાં 86 કરોડના પ્લોટનો ચોમી દીઠ 2.73 લાખ ભાવ

ઔડા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મળી અંદાજે 351 કરોડના 7 પ્લોટની ટૂંકમાં હરાજી કરશે. જોધપુરમાં આવેલા 3169 ચોરસ મીટરના પ્લોટની સૌથી વધુ 86.35 કરોડ કિંમત નક્કી કરાઈ છે. અહીંના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની પ્રતિ ચોરસ મીટર દીઠ કિંમત 2.73 લાખ રખાઈ છે. સાઉથ બોપલમાં બે પ્લોટ રહેણાક હેતુ માટે હરાજીમાં મૂકવામાં આવશે. એક-બે દિવસમાં તમામ સાતેય પ્લોટ ઓનલાઈન હરાજી માટે મૂકવામાં આવે તેવી શક્યતા છે. ઔડાના આ 7 પ્લોટમાં સાઉથ બોપલ અને જોધપુર ઉપરાંત ચાંદખેડાના 3 પ્લોટ અને નિકોલના 1 પ્લોટનો સમાવેશ થાય છે. ઔડાની આવકનો સૌથી મોટો સ્ત્રોત પ્લોટની હરાજીનો હોય છે. ભવિષ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતાં તેમજ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આવતાં પ્લોટ પણ ઔડાને સોંપવામાં આવે તેવી શક્યતા છે. જેથી ઔડા તમામ પ્લોટને ભેગા કરી વધુ સારું ભાવિ આયોજન કરી શકે. પ્લોટની હરાજીમાંથી મળતી આવકનો ઉપયોગ ઔડાના વિસ્તારોમાં વિકાસ કામો પાછળ થતો હોય છે. સામાન્યપણે ઔડા વિસ્તારમાં રોડ, ગટર, પાણી અને બ્રિજના કામમાં પ્લોટની હરાજીમાંથી મળેલી આવકનો ઉપયોગ થતો હોય છે. તમામ સાત પ્લોટની હરાજીમાંથી 351 કરોડ મળવાની શક્યતા પ્લોટનું સ્થળ જગ્યા કિંમત હેતુ પ્રતિ ચોમી ભાવ સન સાઉથ સ્ટ્રીટ પાસે બોપલ 5300 46.26 રહેણાક 87,300 સન એસ્પાયર નજીક બોપલ 5925 66.95 રહેણાક 1,13,000 સત્યમ કોમ્પ્લેક્સ પાસે જોધપુર 3169 86.35 કોર્મશિયલ 2,72,500 શિતિરત્ન બંગ્લોઝ પાસે ચાંદખેડા 3982 42.20 કોર્મશિયલ 1,06,000 નીલકંઠ બંગ્લોઝ પાસે ચાંદખેડા 1023 11.38 કોર્મશિયલ 1,11,300 અચલ રેસિડેન્સી સામે ચાંદખેડા 1778 16.90 કોર્મશિયલ 95,100 સબ રજિસ્ટ્રાર ઓફિસ પાસે નિકોલ 14846 81.65 કોર્મશિયલ 55,000 (નોંધ ઃ જગ્યા ચોરસમીટરમાં અને કિંમત કરોડમાં છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments