back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહની ઈજાની તપાસ થશે:ફિટ હશે તો રમશે, બેકઅપ માટે...

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહની ઈજાની તપાસ થશે:ફિટ હશે તો રમશે, બેકઅપ માટે સિરાજ અને હર્ષિત રાણા

જસપ્રીત બુમરાહ પોતાની પીઠનો ઈલાજ કરાવવા ન્યૂઝીલેન્ડ જઈ શકે છે. BCCIની મેડિકલ ટીમ ન્યૂઝીલેન્ડના ડોક્ટર રોવાન શાઉટેનના સંપર્કમાં છે. જો જરૂર પડશે તો બુમરાહને ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવશે. જોકે બુમરાહની ફિટનેસને લઈને બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. મેડિકલ ટીમ બુમરાહનો રિપોર્ટ ન્યૂઝીલેન્ડના ડોક્ટર સાથે શેર કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના રમવા અંગેનો નિર્ણય તેના ફીડબેકના આધારે લેવામાં આવશે. શાઉટેન 2023માં બુમરાહની પીઠ પર ઓપરેશન કરી ચૂક્યો છે. બુમરાહ 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ
બુમરાહને આવતા મહિને 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને UAEમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની હોમ સિરિઝની છેલ્લી મેચ માટે પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. તેને પીઠની સમસ્યા હતી. આ કારણથી તેને ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરિઝ માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. તેને 12 ફેબ્રુઆરીએ રમાનાર ત્રણ મેચની વનડે સિરિઝની છેલ્લી મેચ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. હર્ષિત-સિરાજમાંથી કોઈપણ એક બેકઅપ બની શકે
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં 11 ફેબ્રુઆરી સુધી ફેરફાર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં પસંદગી સમિતિ તેના બેકઅપ માટે હર્ષિત અને મોહમ્મદ સિરાજના નામ પર ચર્ચા કરી શકે છે. હર્ષિતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 2 ટેસ્ટ મેચમાં 4 વિકેટ લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments