back to top
Homeગુજરાતભાજપ પાલિકા ચૂંટણીના મૂરતિયા નક્કી કરશે:29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક...

ભાજપ પાલિકા ચૂંટણીના મૂરતિયા નક્કી કરશે:29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના સભ્યો હાજર રહેશે

16મી ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મૂરતિયા નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં મૂરતિયાના નામો પર ચર્ચા કરાશે, ત્યારબાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરાશે. 29 અને 30 જાન્યુઆરીએ CM નિવાસસ્થાને બેઠક મળશે
નગરપાલિકા અને મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર 29 અને 30 જાન્યુઆરીએ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત બોર્ડના સભ્યો હાજર રહેશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા નામો પર બેઠકમાં ચર્ચા કરાયા બાદ ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી યોજાશે
રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments