મલયાલમ સિનેમાના જાણીતા એક્ટર મોહનલાલની આગામી ફિલ્મ L2 એમ્પુરાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. એક્ટર તેની બહુપ્રતિક્ષિત ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર 26 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું. તે 2019ની સુપરહિટ ફિલ્મ લ્યુસિફરની સિક્વલ છે. ટીઝર લોન્ચ ઈવેન્ટમાં મામૂટી ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. ફિલ્મના કાસ્ટ અને ક્રૂ સિવાય મલયાલમ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. L2 એમ્પુરાન ફિલ્મ ‘લ્યુસિફર’ની સિક્વલ છે
આ ફિલ્મ 2019ની સુપરહિટ ફિલ્મ લ્યુસિફરની સિક્વલ છે. પૃથ્વીરાજ સુકુમારન આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. ‘લ્યુસિફર’ અને ‘બ્રો ડેડી’ ફિલ્મો પછી પૃથ્વીરાજ અને મોહનલાલ ત્રીજી વખત ડિરેક્ટર અને એક્ટર તરીકે સાથે કામ કરી રહ્યા છે. પૃથ્વીરાજ અને મોહનલાલ અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યા છે
વર્ષ 2019માં રિલીઝ થયેલી લ્યુસિફર એક પોલિટિકલ એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં મોહનલાલ, પૃથ્વીરાજ, મંજુ વોરિયર, ટોવિનો થોમસ, વિવેક ઓબેરોય સહિત ઘણા કલાકારો છે. ફિલ્મ બ્રો ડેડી વર્ષ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં મોહનલાલ, પૃથ્વીરાજ, મીના, કલ્યાણી પ્રિયદર્શને કામ કર્યું છે. આ ફિલ્મ 27 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે
એક્ટર મોહનલાલ પણ તેમની આગામી ફિલ્મ L2 એમ્પુરાનમાં તેમના જૂના પાત્ર લ્યુસિફરમાં જોવા મળશે. જોકે, મેકર્સે એકટરના લૂકમાં થોડો ફેરફાર કર્યો છે. ડિરેક્ટરે ટીઝર વીડિયોની સાથે ફિલ્મની રિલીઝની માહિતી પણ શેર કરી છે. ફિલ્મ L2 એમ્પુરાન 27 માર્ચ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે
ફિલ્મ L2 એમ્પુરાન પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીનો સમાવેશ થાય છે. ફિલ્મની સ્ટોરી મુરલી ગોપી દ્વારા લખવામાં આવી છે અને તે એક પાન ઈન્ડિયા ફિલ્મ છે.