back to top
Homeદુનિયાલંડન હાઇકમિશન બહાર ભારતીય VS ખાલિસ્તાની:'ગલી-ગલી મેં શોર હૈં ખાલિસ્તાની ચોર હૈં,...

લંડન હાઇકમિશન બહાર ભારતીય VS ખાલિસ્તાની:’ગલી-ગલી મેં શોર હૈં ખાલિસ્તાની ચોર હૈં, ત્રિરંગાનું અપમાન કરતા ખાલિસ્તાનીઓને તેમની ભાષામાં જવાબ

ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લંડનમાં ભારતીય હાઇકમિશનની બહાર ખાલિસ્તાની સમર્થકો અને ભારતીય સમર્થકો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય હાઇકમિશન બહાર ભારત વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો ભારતીય સમુદાયના લોકોએ યોગ્ય જવાબ આપ્યો હતો. ખાલિસ્તાનીઓએ ત્રિરંગાનું અપમાન કરવાનું શરૂ કર્યું તો સામે પક્ષે ભારતીય સમુદાયે ‘ગલી-ગલી મેં શોર હૈં ખાલિસ્તાની ચોર હૈં’ના નારા લગાવ્યા હતા. લંડનમાં ભારતીય હાઇ કમિશનની બહાર વિરોધ પ્રજાસત્તાક દિવસના અવસર પર ખાલિસ્તાની સમર્થકોને લંડનમાં હાઇકમિશનની બહાર ભારતીય ઇમિગ્રન્ટ્સ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ભારતીય પ્રવાસીઓ દૂતાવાસની બહાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમણે કેટલાક ખાલિસ્તાની સમર્થકોને ભારત અને તેની અખંડિતતા સામે વિરોધ પ્રદર્શન કરતા જોયા હતા. ત્રિરંગાનું અપમાન કરી રહ્યા હતા ખાલિસ્તાનીઓ
એક ભારતીય પ્રવાસીએ કહ્યું, ‘અમે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય હાઇકમિશન પાસે ધ્વજ ફરકાવવા માટે આવ્યા હતા.’ આ દરમિયાન અમે જોયું કે ખાલિસ્તાનીઓ બહાર ઉભા રહીને ત્રિરંગાનું અપમાન કરી રહ્યા હતા. હું તેમને કહેવા માંગુ છું કે તેમની આ હરકતોથી અમને કે દેશને કોઈ ફરક પડવાનો નથી. ભલે અહીં અમારી સંખ્યા ઓછી હોય, પણ અમારી હિંમત તેમના કરતા ઘણી વધારે છે. “ખાલિસ્તાનીઓ ચોર હૈં” ના નારા લાગ્યા બીજા એક ભારતીય પ્રદર્શનકારીએ કહ્યું, ‘અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું.’ વીડિયોમાં, એક તરફ ખાલિસ્તાનીઓનું એક જૂથ “ગલી-ગલી મેં શોર હૈં” કહી રહ્યું હતું, તો બીજી તરફ ભારતીયોનું બીજું જૂથ” ખાલિસ્તાનીઓ ચોર હૈં” ના નારા લગાવી રહ્યું હતું. ‘ઇમરજન્સી’ સામે વિરોધ અગાઉ, વિદેશ મંત્રાલયે અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ના વિરોધ દરમિયાન બ્રિટનના કેટલાક સિનેમાઘરોમાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ તરફ ધ્યાન દોર્યું હતું. આ અંગે, મંત્રાલયે બ્રિટિશ સરકારને ભારત વિરોધી શક્તિઓના હિંસક વિરોધ પ્રદર્શનો અને ધમકીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments