શેરબજારમાં આજે એટલે કે 27મી જાન્યુઆરીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 75,600ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટથી વધુ ઘટીને 22,900 પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો હતો. IT, એનર્જી અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર 9 જાન્યુઆરીએ ડૉ. અગ્રવાલના હેલ્થ કેરનો IPO ખુલશે
ડૉ. અગ્રવાલની હેલ્થ કેર લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 29 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 24 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 329 પોઈન્ટના ઘટાડા સાથે 76,190 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 113 પોઈન્ટ ઘટીને 23,092 ના સ્તરે બંધ થયો હતો.