back to top
Homeમનોરંજનસોનુ નિગમે પદ્મ એવોર્ડ પર ઉઠાવ્યા ​​​​​​​સવાલ:કહ્યું- કિશોર કુમારને હજુ સુધી એવોર્ડ...

સોનુ નિગમે પદ્મ એવોર્ડ પર ઉઠાવ્યા ​​​​​​​સવાલ:કહ્યું- કિશોર કુમારને હજુ સુધી એવોર્ડ નથી મળ્યો, અલકા, સુનિધિ, શ્રેયા ઘોષાલ પણ તેના હકદાર છે

25 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરી હતી. તેમાં સંગીતની દુનિયાના અનેક ચહેરાઓના નામ પણ સામેલ છે. સિંગર સોનુ નિગમે હવે આના પર સવાલ ઉઠાવ્યા છે. સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સિનિયર ગાયકોને હજુ સુધી એવોર્ડ કેમ નથી મળ્યો?
વીડિયોમાં સોનુ કહે છે- ‘આવા બે સિંગર્સ જેમણે દુનિયાભરના ગાયકોને પ્રેરણા આપી છે. એકને તો આપણે માત્ર પદ્મશ્રી સુધી મર્યાદિત રાખી દીધા. એ છે મોહમ્મદ રફી સાહેબ. એક એવા છે જેમને પદ્મશ્રી પણ નથી મળ્યો, કિશોર કુમાર જી. શું તેમને મરણોત્તર એવોર્ડ મળશે? તેમના શબ્દોને આગળ વધારતા, સોનુ કહે છે, ‘અને તેમાંથી, અલ્કા યાજ્ઞિક જીની કારકિર્દી ખૂબ લાંબી અને આશ્ચર્યજનક હતી. તેને પણ કશું મળ્યું નથી. શ્રેયા ઘોષાલ લાંબા સમયથી પોતાની કળા સાબિત કરી રહી છે. સુનિધિ ચૌહાણે પોતાના અનોખા અવાજથી સમગ્ર પેઢીને પ્રેરણા આપી છે. તેમને પણ એવોર્ડ મળ્યો નથી. સિંગિંગ માટે ઘણા એવોર્ડ જીત્યા છે
સ્ટેજ સિંગર તરીકે કરિયરની શરૂઆત કરનાર સોનુ નિગમને ‘મોડર્ન રફી’નું બિરુદ મળે છે. તેમની કારકિર્દીમાં, તેમણે 32 થી વધુ ભાષાઓમાં લગભગ 6 હજાર ગીતો ગાયા છે. તેમની ઉત્કૃષ્ટ ગાયકી માટે તેમને નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ સહિત અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ નિગમને વર્ષ 2022માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. શારદા સિંહા અને પંકજ ઉધાસને મરણોત્તર સન્માન મળ્યું
26 જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ, સરકાર દ્વારા 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. લોકગાયિકા શારદા સિન્હા, પંકજ ઉધાસ, અરિજિત સિંહના નામની જાહેરાત કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કરવામાં આવી હતી. શારદા સિન્હાને મરણોત્તર પદ્મ વિભૂષણ અને પંકજ ઉધાસને પદ્મ ભૂષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ લિવિંગ લિજેન્ડમાં સામેલ અરિજીત સિંહને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments