શહેરનાં જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જીદની વકફની જગ્યાનો ભાડુઆત તરીકે કબજો ફરી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. વર્ષોથી AMC સંચાલિત જર્જરીત શાળાને જમીન દોસ્ત કરી ત્યાં નવું મકાન બનાવી આપવાની શરતે જગ્યા ખાલી કરાવ્યા બાદ ત્યાં મકાન બાંધી આપવામાં આવ્યું નથી. AMC દ્વારા 2017 સુધી નિયમીત રીતે વકફને ભાડુ ચુકવવામાં આવે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 ચોરસ મીટરની જગ્યામાં દર મહિને 185 રૂપિયા ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. 15 વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે. 1995માં વકફ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ 70 વર્ષથી હતી. 1995માં વકફ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી જગ્યા વકફ બોર્ડની હતી. જોકે, ભાડુઆત તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન હતું. વર્ષ 2010માં આ જગ્યાએ જર્જરીત ઇમારત ઉતારી લઇને તેને સ્થાને નવુ મકાન બનાવી આપવની શરતે જગ્યાનો કબજો સોંપવામાં આવ્યો હતો. જેથી તે બાદ 2010માં જ આ જગ્યા પરથી મકાન ઉતારી લેવામાં આવ્યું હતું. 2017 સુધી આ જગ્યાનું ભાડુ પણ ભરવામાં આવ્યું હતું
જે બાદ નવી શાળા બનાવવા માટે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર વકફ તેમજ કાચની મસ્જીદ ટ્રસ્ટ પાસે માગણી કરવામાં આવી હતી. 2017 સુધી મ્યુનિ. દ્વારા આ જગ્યાનું ભાડુ પણ ભરવામાં આવ્યું હતું. જોકે તેમ છતાં હજુ સુધી આ સ્થળે મકાન બનાવી આપવામાં આવ્યું નથી. 15 વર્ષ બાદ જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સ્મોલકોઝ કોર્ટમાં આ મામલે પિટિશન કરી વકફને આ સ્થળે મકાન બનાવી આપવા કોર્ટનું શરણું લેવામાં આવ્યું છે. પેન્ડિંગ પ્રશ્નો અંગે ચર્ચા કરવાની રહેશે
વધુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા જે તે સંબંધિત વિભાગના કોર્ટ કેસોનો ઝડપી નિકાલ થાય, કોર્ટના હુકમોનું અવલોકન કરી સંબંધિત કાર્યવાહી કરવાની, કોન્ટેક્ટ ઓફ કોર્ટ ન થાય તેના માટે SOP બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા કેસોમાં પેનલ એડવોકેટની નિમણૂક થાય ત્યારે જે તે વિભાગના સંબંધિત અધિકારી સિનિયર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથેની અઠવાડિક મિટિંગમાં જુનિયર લીગલ આસિસ્ટન્ટ દ્વારા પેન્ડિંગ પ્રશ્નો અંગે ચર્ચા કરવાની રહેશે. નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે
કોર્ટ દ્વારા જ્યારે વચગાળાનો હુકમ કરવામાં આવે ત્યારે તાત્કાલિક ધોરણે બધા જ વિભાગના અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે. તેમજ કોર્ટ દ્વારા જ્યારે યથાવત પરિસ્થિતિ જાળવવાનો હુકમ કરવામાં આવે ત્યારે પણ સંબંધીત અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવી જેથી કોર્ટની અવમાનના ના થાય. ઝોન અને વિભાગ દ્વારા કોર્ટ કેસના મોનિટરિંગ માટે એક નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે. અગત્યના કેસો અંગે પણ ચર્ચા કરવાની રહેશે.