back to top
Homeગુજરાતકરુણા હેલ્પલાઇન 1962ની ત્વરિત કામગીરી:ટીંબડી ગામમાં ટ્રક અકસ્માતમાં ઘાયલ ગાયનો જીવ બચાવાયો

કરુણા હેલ્પલાઇન 1962ની ત્વરિત કામગીરી:ટીંબડી ગામમાં ટ્રક અકસ્માતમાં ઘાયલ ગાયનો જીવ બચાવાયો

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામમાં રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન 1962ની ટીમે એક ગાયનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે. ખેડૂત યશપાલભાઈની ગાય અજાણ્યા ટ્રક ચાલકની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હેલ્પલાઇનને જાણ થતાં જ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાસલી પશુ દવાખાનાના ડૉ. ભાગ્યેશ ડોડિયા અને પાયલોટ મનહરભાઈએ ઘાયલ ગાયને તાત્કાલિક સારવાર આપી હતી. સમયસર મળેલી સારવારને કારણે ગાયને પીડામાંથી મુક્તિ મળી અને તેનો જીવ બચી શક્યો હતો. આ પ્રસંગે સમાજસેવક અનિષ રાચ્છે લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તુરંત જ 1962 હેલ્પલાઇન પર જાણ કરવી જોઈએ. ગાયના માલિક યશપાલભાઈએ સરકારની આ સેવાની પ્રશંસા કરી હતી અને ટીમનો આભાર માન્યો હતો. ગીર સોમનાથના પ્રોગ્રામ મેનેજર ડૉ. ગૌરાંગભાઈ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુનિલ લીંબાણીએ પણ પ્રાસલી ટીમની કામગીરીની સરાહના કરી હતી. રાજ્ય સરકારની આ હેલ્પલાઇન સેવા દર દસ ગામના ક્લસ્ટર દીઠ હરતા-ફરતા પશુ દવાખાના દ્વારા 24 કલાક કાર્યરત રહે છે, જે અબોલ પશુઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments